ઝાલોદ પ્રાંત અધિકારી અને મામલતદારે મતદાન જાગૃતિ અંગે શિક્ષકોની બાઇક રેલીને લીલી ઝંડી આપી મુવાડા ચોકડી થી પ્રસ્થાન કરાવ્યું

દાહોદ, દાહોદ જિલ્લા ચુંટણી અધિક્ષક દ્વારા આખા દાહોદ જિલ્લામાં ગુજરાતમાં થનાર લોકસભાની ચુંટણીમાં મતદાન વધુમા વધુ થાય તે માટે મતદારોને જાગૃત કરવા માટે અલગ અલગ પ્રોગ્રામો કરવામાં આવી રહેલ છે. મતદાન જાગૃતિ અંતર્ગત દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ ઝાલોદ ચુંટણી અધિકારી દ્વારા એક થી આઠ ધોરણમાં ફરજ નિભાવતા પ્રાથમિક શિક્ષકોને સાથે રાખી એક બાઈક રેલીનુ આયોજન મુવાડા ચોકડી ખાતે થી કરવામાં આવ્યું હતું.

પ્રાથમિક શિક્ષકો બાઇક પર સવાર થઈ સહુ મુવાડા ચોકડી ખાતે ભેગા થયેલ હતા ત્યાં ઝાલોદ પ્રાંત અધિકારી ભાટિયા તેમજ મામલતદાર પરમાર દ્વારા બાઇક પર મતદાન કરવા જાગૃત કરવા માટે વિવિધ પોસ્ટર સાથે એકત્રિત થયેલ શિક્ષકોને લીલી ઝંડી આપી નગરના વિવિધ માર્ગો પર પસાર થવા રવાનગી કરવામાં આવી હતી. નગરના વિવિધ માર્ગો પર ફરી આ બાઈક રેલી બસ સ્ટેશનની અંદર પૂરી કરવામાં આવી હતી. બસ સ્ટેશનની અંદર બાઇક રેલી પૂર્ણ થતા પ્રાંત અધિકારી અને મામલતદાર સાથે પ્રાથમિક શિક્ષકો એ મતદાન વધુમાં વધુ થાય અને તે અંગે સતત લોકોને જાગૃત કરવા માટે શપથ લીધી હતી.