ઝાલોદ પોલીસે સિંઘમની જેમ 27,78,628 નો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડયો

  • ટ્રક ચાલક દૂરથી પોલીસને જોઈ ટ્રક મુકીને નાસી છુટયો.

ઝાલોદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એમ.એમ.માળી અને સે.પો.ઇ.સી.કે.સીસોદીયા પોલીસ સ્ટાફને સાથે રાખી રાજસ્થાન સરહદે આવેલ ધાવડીયા ચેક પોસ્ટ પર ગુનાહિત પ્રવૃત્તિ કરનારા ઇસમોની વોચ કરી ગાડી ચેક કરી રહેલ હતા. તે દરમિયાન ચેક પોસ્ટ પર એક અશોક લેલેન ટ્રક RJ-27-GA-8166 મોનાડુંગર (રાજસ્થાન) તરફથી ઝાલોદ (ગુજરાત) આવી રહેલ હતી ત્યારે દૂરથી પોલીસને ગાડીઓ ચેક કરતા જોતા ટ્રક ચાલક રસ્તા પર ગાડી મૂકી નાસી ગયેલ હતો. પોલીસ દ્વારા ટ્રક ડ્રાઇવરને દૂરથી નાસતા જોઈ પકડવા દોડયા હતા પણ ટ્રક ચાલક નાસી છુટયો હતો.

ઝાલોદ પોલીસ દ્વારા ટ્રક ચાલક નાસી જતાં ટ્રક ચેક કરવા જતા નીચેથી ગાડીમાં પી.ઓ.પી.નો સિમેન્ટ ભરેલ જોવા મળ્યો હતો. પોલીસને વધુ શંકા જતા ટ્રકમાં ચઢી સિમેન્ટની થેલી ઉંચા નીચી કરી જોતા તેમાં વિદેશી દારૂનો જથ્થો જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા ટ્રકને વધુ તપાસ માટે ઝાલોદ પોલીસ સ્ટેશન લાવી ટ્રકમા મુકેલ વિદેશી દારૂનો જથ્થો ઉતારી ગણવામાં આવતા ઇંગ્લીશ દારૂની કુલ 326 પેટી જેમાં 5640 નંગ દારૂની અંદાજીત કીમત 17,11,128 અને 10,00,000 તેમજ જીપ્સન કંપનીની પાઉડરની થેલી 300 નંગ જેની કિમત 67,500 થઇ કુલ 27,78,628 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. પોલીસ દ્વારા નાસી છુટેલ આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. આમ, પોલીસ દ્વારા આટલા મોટા પ્રમાણમાં દારૂ પકડી પાડવામાં આવતા નગરમાં સિંઘમની ભૂમિકામા પોલીસની સુંદર કામગીરીની પ્રસંશા કરવામાં આવી રહેલ છે.