ઝાલોદ પોલીસ મથકે ઉભેલ ફોર વ્હીલમાં આગ લાગતાં ફાયર ફાયટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો

દાહોદ,દાહોદ જીલ્લાના ઝાલોદ નગરમાં પોલીસ સ્ટેશનની સામે ઉભેલી એક ફોરવીલર ગાડીમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી જતા ફોરવીલર ગાડી સળગી ઉડતા ફાયર બ્રિગેડના લાસ્કરોએ ભારે જેહમત બાદ આગ ઓલવી હતી.

ઝાલોદ નગરના મુવાડાથી વસૈયા પરિવાર જાન લઈ આજરોજ ફતેપુરા મુકામે જઈ રહેલ હતો. તે દરમ્યાન બપોરના એક વાગ્યાના આસપાસ પોલીસ સ્ટેશનની સામેજ એક ફોરવીલર ગાડી આગળની બાજુથી અચાનક સળગવા લાગતા ગાડીમાં બેસેલ લોકો ત્વરિત ગાડીમાંથી ઉતરી ગયેલ હતા. તાત્કાલિક નગરપાલિકાનું ફાયર ઘટના સ્થળે પહોંચી ગયેલ હતુ અને ગાડીમાં લાગેલ આગને કાબુમાં લીધી હતી. થોડા સમય માટે લાંબુ ટ્રાફિક જામ પણ સર્જાયેલ હતો. ગાડીમાં લાગેલ આગ કાબુમાં લેવાતા ટ્રાફિક રાબેતા મુજબ ચાલુ થઈ ગયેલ હતું. જાણવા મળ્યા અનુસાર, ફોરવીલર ગાડી ટેકનિકલ કારણોને લઈ સળગી ગયેલ હતી. સદ્દનસીબે ગાડીમાં બેસેલ કોઈ વ્યક્તિ સાથે કોઈ અણબનાવ બનેલ ન હતો.