દાહોદ, છેલ્લા નવ વર્ષથી ઝાલોદ પોલીસ સ્ટેશનના ધાડના ગુન્હામાં નાસતાં ફરતાં મધ્યપ્રદેશના ઈસમને દાહોદ એલ.સી.બી. પોલીસે ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં નાસતા ફરતાં ઈસમોને પકડી પાડવા, વિદેશી દારૂની પ્રવૃતિઓને અટકાવવા, જુગારની પ્રવૃતિઓને અટકાવવા તેમજ અસમાજીક તત્વોને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે. ત્યારે દાહોદ એલ.સી.બી. પોલીસને ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમ સોર્સથી મળેલ બાતમીના આધારે છેલ્લા નવ વર્ષથી ઝાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના ધાડના ગુન્હાનો નાસતો ફરતો ઈસમ ગેંદાલભાઈ ઉર્ફે મેદાલભાઈ હુકાભાઈ ડામોર (રહે. બાલવાસા, તા.થાંદલા, જિ.દાહોદ, મધ્યપ્રદેશ)નો ઝાલોદ તાલુકાના ચાકલીયા તળાવ ચોકડી પાસેથી પસાર થનાર હોવાની દાહોદ એલ.સી.બી. પોલીસને બાતમીમાં મળતાં પોલીસે ચાકલીયા તળાવ ચોકડી પર જુદી જુદી ટીમો બનાવી વોચ ગોઠવી ઉભા હતા. તે સમયે ત્યાંથી ઉપરોક્ત ઈસમ પસાર થતાં પોલીસે તેને ચારેય તરફથી ઘેરી લઈ ઝડપી પાડ્યો હતો. આ સંબંધે દાહોદ એલ.સી.બી. પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.