- કુલ 90,428 નો વિદેશી દારૂ ઝડપાયો સાથે એક એક્ટીવા, ઓટો રિક્ષા, અતુલ શક્તિ છકડો તેમજ મોબાઈલ સાથે ચાર ઈસમોને ઝડપી પડાયા.
ઝાલોદ, ઝાલોદ નગરમાં કાયદો વ્યવસ્થા જાળવવા સારૂં તેમજ આવનાર લોકસભાની ચુંટણીને લઈ પી.એસ.આઇ. માળી પોતાના પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. ત્યારે ડી.વાય.એસ.પી. પટેલને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, રાજસ્થાનના ડુંગરા તરફથી એક ઓટો રિક્ષા વિદેશી દારૂ લઈ આવી રહેલ છે. તેને લઈ પોલીસ દ્વારા સધન ચેકીંગ હાથ ધરવામાં આવી હતી. તેવામાં બાતમીવાળું વાહન રાજસ્થાનના ડુંગરા તરફ થી એક ઓટો રિક્ષા GJ-01-TB-1028 લઈ આવતો હતો અને આ રીક્ષાનું પાયલોટીંગ બે ઈસમો એક્ટિવા GJ-27-FD-7434 કરી રહેલ હતા. પોલીસ દ્વારા વાહન રોકતા ઓટો રિક્ષા માંથી વિદેશી બનાવટનો દારૂ મળી આવેલ હતો. તેથી પોલીસ દ્વારા ઓટો રિક્ષા ચાલક અને એક્ટિવા પર બે ચાલક મળી કુલ ત્રણ વ્યક્તિની અટક કરી હતી. આ ત્રણે ઈસમો અમદાવાદના રહેવાસી હતા. જેમના નામ શાહરૂખ નાશીર પઠાણ, અયુબ ઇમામ શેખ, મો.આરીફ બાબુ સૈયદ હતા. આ ત્રણે ઈસમો પાસેથી પોલીસને ઇંગ્લિશ દારૂની 464 બોટલ જેની અંદાજિત કિંમત 40368, ઓટો રિક્ષા 1,50,000, એક્ટીવા 30,000 અને બે મોબાઈલ 8,000 થઈ કુલ 2,28,368 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.
બીજા એક બનાવમાં ઝાલોદ પોલીસને બાતમીના આધારે રાજસ્થાનના ડુંગરા તરફથી આવતો અતુલ શક્તિ છકડો GJ-20-W-3464 ભંગાર ભરી આવતો હતો. ત્યારે પોલીસ દ્વારા છકડાને રોકી ચેક કરવામાં આવતા ભંગારની નીચે વિદેશી દારૂ મળી આવેલ હતો. તેથી પોલીસ દ્વારા છકડા ચાલક ભરત પ્રકાશ ગોસાઈ ( દેલસર,ગોદીરોડ, દાહોદ)ની અટકાયત કરી હતી. છકડા માંથી પોલીસને વિદેશી બિયરની કુલ 288 બોટલ જેની કિંમત 50,060/-, છકડો 1,50,000/- તેમજ એક મોબાઈલ 5,000 સાથે કુલ 2,05,060/- નો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આમ, ઝાલોદ પોલીસને એક જ દિવસમાં બે વિદેશી દારૂના કેસ નોંધી સફળતા મેળવી હતી.