ઝાલોદ, ઝાલોદ પોલીસ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક રાજદિપ ઝાલાની સૂચના મુજબ ગેરકાનૂની કામગીરી કરતા અસામાજિક તત્વો તેમજ ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવા જણાવેલ હતું. તે અન્વયે ડી.વાય.એસ.પી પટેલના માર્ગદર્શન હેઠળ નગરના પી.એસ.આઇ માળી દ્વારા આ અંગે કડક રીતે કાર્યવાહી આદારી હતી.
પી.એસ.આઇ માળીને મળેલ બાતમી મુજબ ધાવડીયા થી મુણખોસલા તરફ જતા રસ્તા પર થી બે વ્યક્તિ સિલ્વર કલરની જયુપીટર કંપનીની મોટર સાયકલ જેનો નંબર GJ-20-BB-5288 પર વિદેશી દારૂ લઈને આવી રહેલ છે, તે અન્વયે પોલિસ પૂરતા પોલિસ બંદોબસ્ત સાથે આ રોડ પર આવી રહેલ વાહનની વોચમાં ઉભા હતા. તે અન્વયે આ નંબરની મોટર સાયકલ આવતા પોલીસ દ્વારા ગાડી રોકવામાં આવતા જયુપીટર સવાર ગાડી વળાવી પરત ભાગવા જતા તે વાહન રોડ પરથી નીચે ઉતરી ઝાડ સાથે અથડાઈ ગયેલ હતી.
જ્યુપીટર ગાડી પડી જતાં તેના પર સવાર બે વ્યક્તિ નાસવા જતા પોલીસ દ્વારા બંને સવાર વ્યક્તિઓને પોલીસ કોર્ડન કરી પકડી પાડેલ હતા. પકડી પાડેલ વ્યક્તિ અજય ભાભોર અને જસવંત વસૈયા પાસેથી કુલ 32 નંગ વિદેશી દારૂની બોટલ જેની કિંમત 8,400 અને પકડાયેલ જ્યુપીટરની કિમંત 25,000 થઇ કુલ 33,400/*- નો મુદ્દામાલ પોલિસ દ્વારા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.