
દાહોદ તથા નાયબ પોલીસ અધિક્ષક ઝાલોદનાઓએ પ્રોહીના ગેરકાયદેસર વેચાણ તથા હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી કડકમાં કડક કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને પી.એસ.આઇ એમ.એમ.માળી પોતાના પોલિસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન નાયબ પોલીસ અધિક્ષક ડી.આર.પટેલને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે રાજસ્થાન મોના ડુંગર તરફથી ઝાલોદ તરફ ગામડાના અંદરના રસ્તે થઇ એક સિલ્વર કલરની ઝાયલો GJ.16.AU.0722 માં ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની પેટીઓ ભરી લઇ સ્વીફટ ગાડીમા નિલેશ વિરસિંગ જાતે.વાઘેલા રહે ગામડી ઇંગ્લીશ દારૂ ભરેલ ઝાયલો ગાડી લઈ આવી રહેલ છે.
તે હકીકત મળતા બાતમી આધારે નજીક માંથી રાજપુર ગામે વોચમા રહેલ તે દરમ્યાન બાતમીવાળી ઝાયલો ગાડી તથા સ્વિફ્ટ ગાડી આવતા ગાડીના ચાલકને હાથનો ઇશારો કરી ગાડી ઉભી રાખવા જણાવતા ઝાયલો અને સ્વીફટ ગાડીના ચાલક તેઓની ગાડીઓ ઉભી રાખેલ નહી અને રોડની સાઈડમા ઉતારી પોતાની ગાડીઓ ભગાવી મુકેલ જેથી સદર ગાડીઓનો પીછો કરતા સ્વીફટ ગાડીના ચાલકે ઝાયલો ગાડીને આગળ કરી પોતાની સ્વિફ્ટ ગાડી ઝાયલો ગાડીની પાછળ રાખી પોલીસના વાહનોને ઓવરટેક કરવા દીધેલ નહી અને આગળ જતા કલજીની સરસવાણી ચોકડી આગળ ઝાયલો ગાડી જેતપુર તરફ ફંટાઇ ગયેલ અને સ્વીફટ ગાડી ઝાલોદ મુવાડા તરફ ફંટાઇ જતાં પોલિસ દ્વારા ખાનગી વાહનથી પીછો કરતાં તેના ચાલકે પુર-ઝડપે ચલાવી જેતપુર ગામમા મગરોળ ફળીયામા ઘુસાડી દીધેલ અને રસ્તો પુરો થતો હોય ઝાયલો ગાડી ખેતરમા ઉતારી ગાડીનો ચાલક ગાડી મુકી નાસી ગયેલ હતો.
પોલિસ દ્વારા ઝાયલો ગાડીમાં તપાસ કરતા ઝાયલો ગાડીના વચ્ચેના તથા પાછળના ભાગે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂની પેટીઓ ભરેલ હતી. જયારે બીજી ટીમે સ્વીફટ ગાડીનો પીછો કરતા સ્વીફ્ટ ગાડીનો ચાલક તથા તેની સાથે બેસેલ ઇસમ મુવાડાથી બસ સ્ટેશન જતા રોડ ઉપર સ્વીફટ ગાડી મુકી ભાંગવા લાગેલ અને જેઓનો પીછો કરતા તેઓ પકડાયેલ નહી અને જેમાથી એક ઇસમને પોલીસે ઓળખેલ તો તે નિલેશભાઈ વીરસીંગભાઇ વાઘેલા રહે.ગામડી તા.ઝાલોદ જી.દાહોદ હતો .
તેની સાથે એક અન્ય ઇસમ પણ હતો અને જે સ્વીફટ ગાડી ચાલુ થતી ન હોય ક્રેનની મદદથી ઝાલોદ પો.રસ્ટે. લાવવામાં આવેલ અને જેતપુર ગામમા મગરોળ ફળીયામા ઝાયલો ગાડીમા ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ભરેલ હોય અને રાત્રીના અંધારામા ઝાયલો ગાડીને લોક કરેલ હોવાથી જેથી કેન બોલાવી ક્રેન વડે ટોઇંગ કરી ઝાયલો ગાડીને ખેતરમાથી બહાર કાઢેલ તે વખતે વરસાદના પાણી ભરાયેલ હોય કેન તથા ઝાયલો ગાડી ફસાઇ ગયેલ હતી જેને ગામમાથી ટ્રેકટર બોલાવી કેન તથા ઝાયલો ગાડીને જેતપુર ગામના મેન રોડ સુધી લાવી ગાડીમા ઝડતી તપાસ કરતા સ્વીફટ ગાડીના આગળના ભાગે ડ્રાયવર શીટ નીચેથી એક ઓપ્પો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવેલ જેની કિ.રૂ.5,000 ઝાયલો ગાડીની કિ.રૂ.3,00,000 તથા ઝાયલો ગાડીમાથી મળી આવેલ ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની પેટીઓ નંગ 36 જેમા ઇંગ્લીશ દારૂની બોટલો તથા ટીન બીષર મળી કુલ બોટલો નંગ 1224 નંગ કુલ કિ.રૂ.2, 44, 800 મળી કુલ કિ.રૂ. 8, 49, 800નો પ્રોહી મુદ્દામાલ મુકી નાસી ગયેલ હતા. પોલિસ દ્વારા સ્વિફ્ટ ગાડીમાં બેસેલ ઇસમ તથા ઝાયલો ગાડીના ચાલક તથા તપાસમા નિકળે તે તમામ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.