નાયબ પોલીસ અધિક્ષક ડી.આર.પટેલ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર ઇસમો પર વોચ રાખવા સૂચના આપવામાં આવેલ હતી તે અન્વયે પો.ઇન્સ. એમ.એમ.માળી પ્રો.હીની ગેર કાયદેસર વેચાણ તથા હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી રહેલ હતા.
તે દરમ્યાન બાતમી મળેલ હતી કે રાજસ્થાન ડુંગરા તરફથી એક ઇસમ પિયાગો છકડા રજી.નં. આર.જે=બાર પીએ= છાસઠ ચૌદ મા ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈને આવી રહેલ છે તે હકીકતથી વાકેફ થઈ ધાવડીયા ગામે પાવટી ફળીયામા રોડની સાઇડમા પોલીસ છુપાઇને જરૂરી આડાશ કરી બાતમીવાળા, છકડાની વોચમા હતા તે દરમ્યાન બાતમીવાળો છૂકડો આવતા તેને ઉભો રાખવા હાથનો ઈશારો કરતા ચાલક ઇસમ છકડોનો યુ ટર્ન મારી ભાંગવા જતા તેનો છકડી રોડની સાઇડમા ઉતારી દીધેલ અને છકડો તથા ઇંગ્લીશ દારૂ મુકી ભાગવા જતા પોલીસ સ્ટાફના માણસોએ તેને પીછો કરી પકડી પાડેલ અને છકડા પાસે લાવી પકડાયેલ ઇસમનું નામઠામ પુંછતા તેણે પોતે પોતાનું નામ મહેશભાઈ હકરીયાભાઇ જાતે મહીડા ઉ.વ.24 રહેવોર્ડ નં.8 નવી આબાદી કુવાનીયા તા.ઘાટોલ જી.બાંસવાડા રાજસ્થાન નાનો હોવાનું જણાવેલ ત્યારબાદ ગાડી ચેક કરતા છકડામા પાછળની સીટમા તથા વચ્ચેની સીટમા ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ભરેલ મળી આવેલ હતો.
પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા વિદેશી દારૂનો 38360 રૂપિયાનો જથ્થો તેમજ 1,00,000 છકડાની કીમત મળી કુલ 138360 રૂપિયાનો મુદ્દમાલ મળી આવતા મળી આવેલ હતો. તેમજ પકડાયેલ ઇસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.