ઝાલોદ પોલિસ દ્વારા આગામી તહેવારોને અનુલક્ષી નગરમાં ફૂટમાર્ચ કાઢવામાં આવી

  • ડી.વાય.એસ.પી પટેલની આગેવાની હેઠળ સી.પી.આઇ રાઠવા અને પી.એસ.આઇ રાઠવા સાથે પોલિસ સ્ટાફ સાથે ફૂટમાર્ચ યોજાયું.

ઝાલોદ, ઝાલોદ નગરના ડી.વાય.એસ.પી. પટેલની આગેવાની હેઠળ આજરોજ તારીખ 19-09-2023 મંગળવારના રોજ ઝાલોદ પોલીસ સ્ટેશનથી નગરના વિવિધ માર્ગો પર આગામી તહેવારો ગણેશ વિસર્જન અને ઇદને અનુલક્ષીને સુરક્ષા વ્યવસ્થા જાળવવા હેતુથી સી.પી.આઇ. રાઠવા અને પી.એસ.આઇ. રાઠવા તેમજ અન્ય પોલિસ સ્ટાફને સાથે રાખી નગરમાં ફૂટમાર્ચ યોજવામાં આવેલ હતું. કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તેમજ નગરના સહુ લોકો પ્રેમભાવ બનાવી તહેવારોની ઉજવણી કરે તે હેતુથી ફૂટમાર્ચ કાઢવામાં આવેલ હતી. નગરના દરેક તહેવારો શાંતિ સાથે ઉજવાય તેમજ કોઈ પણ તંગદિલીના સર્જાય તેવા ઉદ્દેશ સાથે નગરના મુખ્ય માર્ગો પર પોલિસ તંત્ર દ્વારા ફૂટમાર્ચ યોજવામાં આવેલ હતી.