ઝાલોદ પોલીસ દ્વારા દારૂની હેરફેર કરનાર વ્યક્તિને મુદ્દામાલ સાથે ઝડપી પાડયો

  • 51444 નો મુદ્દામાલ ઝડપી પાડયો.

ઝાલોદ, તારીખ 23-05-2023 ઠુઠીકંકાસીયા ચેક પોસ્ટ પર સી.પો.સ.ઇ જી.બી.રાઠવા તેમજ અન્ય પોલીસ સ્ટાફ ઠુઠીકંકાસીયા ચેક પોસ્ટ પર હાજર હતા તે દરમિયાન ડુંગરા ( રાજસ્થાન ) થી ઝાલોદ તરફ એક યુવક GJ.20.BA.8028 નંબરની કાળા કલરની ટી.વી.એસ કંપનીની એટોકઁ ટુ વ્હીલર લઈને આવતો હતો. આ ગાડી ચાલક પર શંકા જતાં પોલીસ દ્વારા ઉભો રાખી તેની તપાસ કરાતા, ગાડી પર સીમેંટનો થેલો ચેક કરતા 140 ક્વાટરીયા મળી આવેલ હતા. પોલીસ દ્વારા વધુ પૂછતાછ કરાતા આ યુવક મઘાનીસરનો હતો, તેમ યુવક દ્વારા કબૂલ કરવામાં આવ્યું હતું. જેથી ઝાલોદ પોલીસ દ્વારા આ યુવક પર પ્રતિબંધીત એરિયામાં દારૂની હેરફેર કરવાનો ગુનો નોંધી તેની પાસેથી કુલ 51,444/- નો મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે .