ઝાલોદ, ઝાલોદ પોલીસના પી.એસ.આઈ એમ.એમ.માળી આવનાર લોકસભાની ચૂંટણીને લઈ લગાતાર પેટ્રોલીંગ કરી અસામાજીક તત્ત્વો તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર ઈસમોને પકડી પાડવા પ્રયત્નશીલ છે, તે અન્વયે ઝાલોદ પી.એસ.આઇ એમ.એમ.માળી પોતાના પોલીસ સ્ટાફ સાથે ગરાડુ ગામે પાંચમહુડા ચેક પોસ્ટ પર ચેકીંગમાં હતા. તે દરમ્યાન તેમને બાતમી મળેલ હતી કે, બજાજ ડીસ્કવર મોટરસાયકલ લઈને બે ઈસમો વિમલના થેલામાં વિદેશી દારૂ ભરી રાજસ્થાન બાજુથી આવનાર છે. ત્યારે બાતમી વાળી ગાડી આવતા તેને દૂરથી રોકવાનો ઈસારો કરવામાં આવતા ગાડી પર સવાર બંને ઈસમો ગાડી વળાવી ભાગી જવાની કોશિષ કરતા પોલીસ દ્વારા પીછો કરવામાં આવતા ગાડીનો ચાલક અનિલ પ્રદીપ મુનિયા (ગરાડુ)ને તેની મોટરસાયકલ GJ-20-Q-0985 સાથે ઝડપી પાડેલ હતો અને તેના સાથે બેસેલ અન્ય પાછળ બેસેલ ઈસમ ફરાર થઈ ગયેલ હતો. આ ઈસમ પાસેથી પોલીસને દારૂની કુલ 240 બોટલો જેની અંદાજીત કિંમત 29,136 અને બાઈકની કિંમત 25,000 થઈ કુલ 54,136ના મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.