
ગુજરાત સરકાર દ્વારા પોલિસ સ્ટેશનોમા પી.એસ.આઈ.ની જગ્યાએ વિસ્તારની દ્રષ્ટિએ પી.આઈ.ની નિમણુંક કરવાના ઓર્ડર આપેલ છે, તે અન્વયે ઝાલોદ નગરના પોલીસ સ્ટેશનને પણ નવા પી.આઈ. આપી પોલીસ સ્ટેશનને અપડેટ કરવામાં આવેલ છે. જેથી પોલીસની કામગીરી વધુ સરળ બને. ઝાલોદ નગરને નવાં પી.આઈ થી અપડેટ કરવામાં આવતા નવાં નિમાયેલ પી.આઈ એચ.સી.રાઠવાને પી.એસ.આઈ એમ.એમ.માળી એ ચાર્જ આપ્યો હતો. નવા નિમાયેલ પી.આઈ. એચ.સી.રાઠવાનનું સ્વાગત પુષ્પ ગુચ્છ દ્વારા ફર્સ્ટ પી.એસ.આઈ. એમ.એમ.માળી અને સે.પી.એસ.આઈ સિસોદિયા દ્વારા કરવામાં આવેલ હતું.