ઝાલોદ પી.એચ.સી ખાતે રાષ્ટ્રપતિ દ્રોપદી મુમુઁના ઇ.લોકાર્પણ આયુષ્યમાન ભવ: કાર્યક્રમ જોવામાં આવ્યો

  • ઝાલોદ બ્લોક ઓફિસ ખાતે 12.00 કલાકે દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજીના વરદહસ્તે તા.13 સપ્ટેમ્બરે આયુષ્માન ભવ: કાર્યક્રમનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું.

ઝાલોદ,આયુષ્માન ભવ: કાર્યક્રમ અંતર્ગત લાર્ભાર્થીઓને આરોગ્યની વિવિધ યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા. જેમાં ટીબી મુક્ત ગ્રામ પંચાયત અને નિક્ષય મિત્રની પણ ચર્ચા કરવામાં આવી. આજના આ કાર્યક્રમ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર તુષાર ભાભોર, અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર, બ્લોક સુપરવાઇઝર, ટીબી સુપરવાઇઝર, ટીબી ચેમ્પિયન અને અર્બન હેલ્થ સેન્ટરનો સ્ટાફ હાજર રહ્યો હતો. આયુષ્માન ભવ કાર્યક્રમ તાલુકાના તમામ PHC અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર પણ જોવામાં આવ્યો હતો. ત્યારબાદ તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા ટીબીના દર્દીને દત્તક લીધેલ નીક્ષય મિત્ર બનેલ રહીમભાઈ ગુડાલા અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ઝાલોદના સ્ટાફને ‘નીક્ષય મિત્ર’ સર્ટિફિકેટ આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર તુષાર ભાભોર દ્વારા પણ આજરોજ નિક્ષય મિત્ર બની ટીબીના દર્દીને પોષણ સહાય કીટ આપવામાં આવી.