ઝાલોદ, ઝાલોદ તાલુકાના પેથાપુર ગામે આવેલા હનુમાન મંદિરથી બલેન્ડિયા નિશાળ ફળિયા સુધીનો 3 થી 4 કિ.મી.નો માર્ગ ડામર રોડ બનાવવા મંજુર કર્યો હતો. પરંતુ આ રસ્તો બિસ્માર થયેલો છે. જેમાં 50 થી 100 મીટરના અંતરે ઠેર ઠેર કપચી-કાંકરા પાથરેલા જોવા મળ્યા છે. આ રસ્તો બનાવ્યો તે સમયથી આજ સુધી રસ્તાની હાલતમાં કોઈ ફર્ક પડ્યો નથી.
આ માર્ગ પર ભારે વાહનોની અવર જવર નહિ હોવા છતાં માર્ગ સાવ બિસ્માર બની જવા પામ્યો છે. આ માર્ગ બનાવવા સમયે યોગ્ય નિયમ મુજબ તેમજ યોગ્ય ગુણવત્તા રહિત બનાવવામાં આવ્યો છે તે સ્પષ્ટ જોઈ શકાય છે. આ માર્ગ મુખ્ય પેથાપુર અને બલેન્ડિયા ગામને જોડતો મુખ્ય રસ્તો છે. હાલ તો મુખ્ય માર્ગની હાલત ખુબ ખરાબ છે. ફળિયાથી આંગણવાડીથી મુખ્ય માર્ગ હોવાથી રસ્તો મંજુર થયેલો અને તંત્ર દ્વારા બનાવેલો છે તેની હાલત સાવ બિસ્માર થઈ ગઈ છે. માર્ગનુ પેચવર્ક મેન્ટેનન્સ આજ સુધી કરવામાં આવેલુ નથી. માર્ગની બંને બાજુ પુરાણ કરવામાં આવ્યુ નથી. તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં તપાસ કરવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે. નાના માર્ગમાં કરોડો રૂપિયાના ખર્ચા હોય યોગ્ય તપાસ કરાય તો ઝાલોદ અને આસપાસના રસ્તાઓ યોગ્ય રીતે બની શકે તેમ છે.