
- નવનિર્મિત બનતા વિશ્ર્વકર્મા ધામનાં આયોજનને સફળ બનાવવા ઉપસ્થિત સહુ લોકો મોટા પ્રમાણમાં જોડાશે તેવી રાય.
ઝાલોદ,
દાંડીયાપુરા વાઘોડિયા ખાતે પ્રતિષ્ઠા પ્રોગ્રામની તારીખ નજીક આવી રહી છે. જેથી તેના આયોજનની સંપૂર્ણ રૂપરેખા દરેક જિલ્લામાં વસતા પંચાલ સમાજના લોકોને મળે તેમજ મોટા પ્રમાણમાં લોકો હાજર રહી સંપૂર્ણ આયોજન સફળતા પૂર્વક પૂરો થાય તે હેતુથી દરેક જિલ્લાઓમાંથી પંચાલ સમાજના લોકો મીટીંગમાં જોડાયા હતા.
દરેક વિસ્તારના વિશ્ર્વકર્મા સમાજના આગેવાનો સહુ કોઈ ભેગા મળી પ્રાણ પ્રતિષ્ઠામા સાથ અને સહકાર આપે તે હેતુથી હિતેશભાઈ પંચાલ દ્વારા આયોજન કરવામાં આવેલ હતી. પ્રતિષ્ઠાના યોજનાની મીટીંગ હિતેશભાઈ પંચાલ બરોડાના વાઘોડિયા મુકામે રાખેલ હતી. આ મીટિંગમાં બરોડા, દાહોદ જિલ્લા પ્રગતિ મંડળ તથા તમામ ઝાલોદ, દાહોદ, ગરબાડા, ગાંગરડી, લીમડી બધાંજ આગેવાનો હાજર રહીને આ પ્રોગ્રામને સંપૂર્ણ સાથ અને સહકાર આપવાની બાંયધરી સર્વ ઉપસ્થિત લોકોએ આપી હતી. તમામ વિશ્ર્વકર્મા મંદિરોના આગેવાનો, કાર્યકર્તાઓ બરોડા તેમજ વિવિધ વિસ્તારો માંથી આવેલ આજુબાજુના લોકો તથા દાહોદ ઝાલોદના આજુબાજુના મંદિરોના આગેવાનો હાજર રહ્યા હતા અને સંપૂર્ણ આયોજનને સફળ બનાવવા માટે તૈયાર રહેશે. તેવું ઉપસ્થિત સહુ લોકોએ જણાવ્યું હતું.