- માનવ સેવા ટ્રસ્ટના સહયોગથી કીર્તનનુ આયોજન કરાયું.
જીવનનો અંતિમ વિસામો એટલે મોક્ષધામ… જ્યાં માનવી ફક્ત માનવી કોઈની અંતિમવિધિ કરવા મોક્ષધામ ખાતે આવતો હોય છે. મોક્ષધામ એ માનવીના જીવનનું છેલ્લું સરનામું છે જ્યાં માનવી એ આવવું જ પડે છે, એ જીવનની સત્ય હકીકત છે.
સામાન્ય રીતે મોક્ષધામ ખાતે કોઈ હરવા ફરવા આવતું નથી. સામાન્ય માનવીને પણ જો મોક્ષધામ જીવતે જીવ જાય તો મનમાં ઘણા બધા અવિરત સવાલો કરતો હોય છે. ત્યારે મોક્ષધામ ખાતે પંચાલ સમાજની બહેનો દ્વારા માનવ સેવાના સહયોગ થી શ્રાવણના પવિત્ર દિવસોમાં ભગવાન શિવના કીર્તન મોક્ષધામ ખાતે કરવામાં આવેલ હતું. પંચાલ સમાજની બહેનોને જ્યારે પૂછવામાં આવ્યું કે મોક્ષધામ ખાતે ભજન કરવાનો લ્હાવો મળ્યો તો કેવું લાગ્યું તો તેમણે ખૂબ જ શાલીનતા સાથે જવાન આપ્યો કે જીવનના છેલ્લા સરનામા પર આવીને આજે ભજન કીર્તન કરવાથી એવું લાગ્યું કે શ્રાવણ માસના પવિત્ર દિવસમા સાક્ષાત ભગવાન શિવના દરબારમાં કીર્તન કરી રહ્યા છીએ. નારી શક્તિ દ્વારા પ્રેરણા દાયક સુંદર કીર્તન કરીને અનેરૂં આકર્ષણ ઉભુ કર્યું હતું.