- પંચાલ સમાજ મહિલા મંડળની બહેનોના આનંદના ગરબાને ઉપસ્થિત સહુ લોકોએ ઉત્સાહ પૂર્વક વધાવી લીધો.
ઝાલોદ, ઝાલોદ પંચાલ સમાજના વિશ્ર્વકર્મા મહિલા મંડળની મહિલાઓ દ્વારા કરવામાં આવતો આનંદનો ગરબો હવે પરપ્રાંતમાં પણ પ્રચલિત બની રહ્યો છે.
તારીખ 22/5/23ને સોમવારના રોજ મધ્યપ્રદેશના રતલામ નિવાસી પુષ્પાબેન રમેશચંદ્ર પંચાલના નિવાસસ્થાને વિશ્ર્વકર્મા મહિલા મંડળની 25 જેટલી મહિલાઓ આનંદનો ગરબો કરવા માટે ગયા હતા. બપોરના 3-00 થી સાંજના 7-00 સુધીના સમયમાં માં બહુચરનો મહિમા વર્ણવતો આનંદનો ગરબાની સાથે નારસંગનો ઘોડો, બહુચરની બેટી, ગુજરાતી ડાકલાની રમઝટ જમાવીને માતાજીના ગરબાની રમઝટ જમાવી હતી. ઉપસ્થિત સૌ કોઈએ પહેલીવાર જોયેલા આ કાર્યક્રમને ખૂબ જ આનંદ સાથે આવકાર્યો હતો અને આજના સમયમાં મહિલાઓ દ્વારા કરવામાં આવતા આ પ્રકારના ધાર્મિક કાર્યક્રમની પ્રશસા કરીને મહિલાઓનો ઉત્સાહ વધાર્યો હતો, દાહોદ જીલ્લામાં ઝાલોદ પંચાલ સમાજ મહિલા મંડળ દ્વારા કરવામાં આવતો ” આનંદ નો ગરબો ” ખૂબ જ પ્રચલિત છે. જે આજના કાર્યક્રમ થકી પરપ્રાંતમાં પણ આકર્ષણ જમાવી રહ્યો છે. .