ઝાલોદ પાલિકાની ચુંટણીમાં મોટા પ્રમાણમાં ઉમેદવારો ચુંંટણી જંંગમાં ઝંપલાવશે

દાહોદ,

દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં આવનાર નગર પાલિકાની ચૂંટણીમાં મોટા પ્રમાણમાં ઉમેદવારો મેદાનમાં ઉતરશે તેવા એંધાણ છે. હાલનાં ચાલુ નગરપાલિકાનાં કાઉન્સિલરો થીં નગરનાં વિવિધ વિસ્તારોના વિકાસના કામો ન થતાં નગરજનોમાં નારાજગી જોવાં મળી હતી.?

ઝાલોદ નગર પાલિકાની ચૂંટણીના ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે, ત્યારે ચુંટણીમાં ઉભા રહેવા માટે અનેક વિસ્તારોમાં અનેક નવા નામોની પણ ચર્ચાઓ થતી હોય છે. ત્યારે જોવાનું રહ્યું કે, આવનારી નગર પાલિકાની ચૂંટણીમાં નગરજનો દ્વારા કેવાં ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે, તે તો આવનારો સમય બતાવશે.?

ઝાલોદ નગર પાલિકાની ચૂંટણીનાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે પાલિકાની ખુરશી ઉપર બેસવા માટે અનેક મોટા માથાઓ કમરકસી રહ્યા છે, ત્યારે ઝાલોદ નગર પાલિકાની ખુશી કોના ભાગે જશે તે તો જોવાનું રહ્યું.?

ઝાલોદ નગર પાલિકાની ચૂંટણીમાં અનેક ઉમેદવારો પોતાના વિસ્તારમાં જઈને પોતાને જીતવા માટે અવનવી વાતોને વિકાસના કામો કરીશું તેવા વાયદાઓ કરતા હોય છે. નગરજનો તેમના ઉપર વિશ્ર્વાસ મુકીને ચુંટીને લાવતાં હોય ત્યારે નગરજનોમાં એક માંગણી હોય છે કે ઝાલોદ નગરનો વિકાસ થશે ખરો કે પછી ચાલુ કાઉન્સિલરો જેમ પાલિકાની તિજોરી તળીયા ઝાટક કરી એમ ફરીથી નવાં ચૂંટાઇને આવશે તે પણ પાલિકાની તિજોરી તળીયા ઝાટક કરવા માટે તો નથી આવતાં ને કે પછી નગરનાં હિતમાં વિચારશે ખરાં કે પોતાના ઘરોનો વિકાસ કરશે તે તો આવનારો સમય બતાવશે.?

ઝાલોદ નગરના વિવિધ વિસ્તારોની કાયમી ધોરણે સમસ્યાઓ દૂર થશે ખરી તેવું નગરમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે ઝાલોદ નગર પાલિકાના વિસ્તારમાં અનેક જગ્યાએ પાણીની સમસ્યાનો ઉકેલ, વિવિધ વિસ્તારોમાં લાઇટ બંધ હોવાથી અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અનેક વિસ્તારોમાં રોજ ગટરોની સાફ સફાઈની સમસ્યાઓ, તૂટેલાં રોડની સમસ્યાઓ, ભૂગર્ભ ગટરનું પાણી રોડ ઉપર ઉભરાવાની સમસ્યાઓ, નગર પાલિકા વિસ્તારમાં આવેલ અનેક સોસાયટીઓમાં પાકાં રસ્તાઓ નથી ત્યાં પાકાં રસ્તાઓનો અભાવ અનેક વિસ્તારોમાં ગટર લાઇન નથી. જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. નગરજનોને ત્યારે અનેક સુવિધાઓથી વંચિત કેમ.?

ઝાલોદ નગર પાલિકામાં વિકાસના કામો માટે 15 નાણાં પંચ દ્વારા ફાળવવામાં આવેલા કરોડ રૂપિયા નગરના વિવિધ વિસ્તારોમાં વિકાસના કામો માટે ગ્રાંટ ફાળવણી થતી હોય છે. ત્યારે આ ગ્રાંટ ક્યાં વિકાસના કામો માટે ઉપયોગમાં લેવામાં આવી છે તે તો અકબંધ છે. ત્યારે અનેક કાઉન્સિલરો દ્વારા એવું કહેતા હોય છે કે અમે નગરનો વિકાસ કર્યો પણ નગરજનોમાં દ્વારા એવું પણ ચર્ચા રહું છે કે ખાલી કાઉન્સિલરો એ તેમના ઘરોનો જ વિકાસ કરવામાં આવ્યો હોય તેવા આક્ષેપો નગરજનો દ્વારા ચાલુ કાઉન્સિલરો ઉપર લગાવામાં આવ્યા કે પછી 15 માં નાણાં પંચ દ્વારા ફાળવવામાં આવેલ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ક્યાં વિકાસના કામોમાં કરવામાં આવ્યા છે. તે નગરજનોમાં એક ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો.