ઝાલોદ નગરના પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે વણિક સમાજ દ્વારા કરાતી વાઇબ્રન્ટ દિવાળીના ઉત્સવ નિમિતે મીટિંગ યોજાઈ

ઝાલોદ, વણિક સમાજના ઝાલોદ નગરની બહાર દેશ પરદેશમાં વસતા લગભગ 1000 જેટલા લોકો પોતાની માતૃભૂમિને વંદન કરવા તેમજ નગર સાથે સંકળાયેલ જૂની યાદો તાજા કરવાં નગરમાં આવતા હોવાથી તે લોકો નગરની ખુબ સારી છબી આંખોમાં વસાવી જાય તે માટે વણિક સમાજ દ્વારા વાઇબ્રન્ટ દિવાળીનો ચાર દિવસનો ઉત્સવ ઉજવવા જઈ રહી છે. તે અંતર્ગત 31-10-2023 ના રોજ પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે નગરના સ્વયંસેવકો સાથેની મીટીંગ યોજાઈ હતી. આ મીટીંગમાં આગામી ઉત્સવ માટે કાર્યક્રમની રૂપરેખા ચિરાગ કોઠારી અને દિનેશ પંચાલ દ્વારા આપવામાં આવી હતી.

આ મીટીંગમાં સેવા, સુરક્ષા, સ્વાગત, ટ્રાફિક, સ્વચ્છતા વિશે નગરના સ્વયંસેવકો સાથે ચર્ચા કરવાના આવી અને સહુ લોકોને વાઇબ્રન્ટ દિવાળીના ઉત્સવ થી માહિતગાર કરી પ્રોગ્રામને સફળ બનાવવા માટે સહયોગની માંગવા અપીલ કરવામાં આવી હતી. આ મીટીંગમાં હકારાત્મક સૂચનો સાથે સહુએ સંપૂર્ણ સાથ સહકાર આપવાની ખાતરી આપી હતી. સહુ સ્વયંસેવકો વાઇબ્રન્ટ સેવા સમિતિ સાથે સંકળાઇ કામગીરી કરશે તેવા હેતુલક્ષી સૂચનો સાથે મીટીંગ પુરી કરવામાં આવી હતી તેમજ આગામી કાર્યક્રમની રૂપરેખા સાથે વાઇબ્રન્ટ સેવા સમિતિના સહુ કાર્યકર્તાઓ જોડાઈ કામગીરી કરશે.

ઝાલોદ નગરપાલિકા પણ એક્શન મોડમાં આવી ગઈ છે, નગરપાલિકા દ્વારા રામસાગરની સફાઈ, નગરમાં સ્વચ્છતા, નગરને સુંદર રોડ જેવી પાયાની સુવિધાઓ પુરી પાડવા કમરકસી રહી છે. નગરપાલિકા દ્વારા એકસ્ટ્રા કામદારો રાખીને નગરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે કામગીરીમાં જોતરાઈ ગયેલ જોવા મળી રહેલ છે.