
- 108 એમ્બ્યુલન્સ ગરબાના સમય દરમ્યાન ખેલૈયાઓની સેહતની કાળજી માટે સેવામાં જોવા મળી.
ઝાલોદ, ગુજરાત માટે નવરાત્રીનું પર્વ એટલે માઁ અંબાની ભક્તિ અને આરાધનાનું પર્વ ભક્તિ આરાધનાની સાથે ગુજરાતમાં નવરાત્રી દરમ્યાન ગરબા રમવા પ્રાચીન પ્રથા છે. ગુજરાતના ગરબા આખાં વિશ્ર્વમાં પ્રચલિત અને વિખ્યાત છે. ગરબા રમવા માટે ખેલૈયાઓ મહિનાઓ પહેલાથી નવી નવી સ્ટાઇલ સાથે ગરબે ઘુમવાની પ્રેક્ટિસ કરતા હોય છે અને નવરાત્રિ આવતા દરેક ખેલૈયાઓ નવરાત્રીના નવ દિવસ અલગ અલગ સ્ટાઇલમાં ગરબે ઘૂમતા જોવા મળતા હોય છે.
ઝાલોદ નગરમાં ઘણા વર્ષોથી પ્રભુતા પાર્ટી પ્લોટના ગરબા ખેલૈયાઓ માટે આકર્ષકનું કેન્દ્ર બની રહેલ છે. પ્રભુતા પાર્ટી પ્લોટમાં ગરબે ઘૂમવા સહુ ખેલૈયાઓ ગરબે રમવા સજ્જ થઈ ગરબે ઘૂમવા માટે વિવિધ સ્ટાઇલમાં ગરબે ઘૂમતા જોવા મળતા હોય છે. પ્રભુતા પાર્ટી પ્લોટમાં ડીજેના તાલે રમાતા ગરબા રમવા અને જોવા નગરના લોકો આવતા હોય છે. પ્રભુતા પાર્ટી પ્લોટમાં રમાતા ગરબામાં પહેલાં ગરબે થી જ ખેલૈયાઓ ગરબા રમવા સજ્જ થઈ નવરાત્રીના ગરબાનો આનંદ માણી રહેલ છે. મોટી સંખ્યામાં રમવા આવતા ખેલૈયાઓ સાથે આવતા પરિવારજનો માટે બેસવા માટેની પણ સુંદર વ્યવસ્થા જોવા મળી રહેલ છે. નગરનું યુવાધન સતત ગરબે ઘૂમતા આકર્ષણનું કેન્દ્ર બની ગયેલ છે.
ગુજરાત સરકાર દ્વારા ગરબે ઝૂમતા ખેલૈયાઓને ગરબા રમતા રમતા ચક્કર કે કોઈ બીમાર પડે તો તે માટે ખેલૈયાઓને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી 108 ની એમ્બ્યુલન્સ સતત ગરબાના ગ્રાઉન્ડ બહાર સેવામાં ઉભી રાખવામાં આવી હતી. ગરબાના આયોજક અને ખેલૈયાઓએ સરકારની આ સુંદર સેવાને આવકારી હતી. પોલિસ તંત્ર પણ ગરબા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રૂપે ગરબા દરમ્યાન સતત નગરમાં પેટ્રોલીંગ કરતું જોવા મળતું હતું.