- શું તંત્ર વાહન માલિક જોડેથી તાત્કાલિક ધોરણે નુકસાની વસૂલ કરશે કે નોટિસ આપશે….?.
દાહોદ, ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા રામસાગર તળાવની બાજુમાં આવેલ બગીચાની બાજુમાં એક ટ્રક ઓવરલોડ રેતી ભરેલ ખાલી કરવા આવતા બગીચાના દિવાલ અને ગટરની અંદર ઓવરલોડ ગાડીનાં ટાયર દબાઈ જતા ભારી નુકસાની: અંદાજે 40 થી 45 ટન રેતી ભરેલ હોવાનું જાણવા મળ્યું જ્યારે ખાણ ખનીજ વિભાગ લીમખેડા લીમડી ચાકલીયા અને ઝાલોદ અને બોર્ડર વિસ્તારમાં ઊંઘતી જોવા મળી.
ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર ચાર અને રામસાગર તળાવની બાજુમાં આવેલ બગીચાની બાજુમાં એક ટ્રક ઓવરલોડ રેતી ભરેલ ખાલી કરવા આવતા બગીચાના દિવાલ અને ગટરની અંદર ઓવરલોડ ગાડીનાં ટાયર જતા ભારી નુકસાની: અંદાજે 40 થી 45 ટન રેતી ભરેલ હોવાનું જાણવા મળ્યું જ્યારે ખાણ ખનીજ વિભાગ લીમખેડા લીમડી ચાકલીયા અને ઝાલોદ અને બોર્ડર વિસ્તારમાં ઊંઘતી જોવા મળી. જ્યારે દાહોદ જીલ્લાના મુખ્ય ધોરીમાર્ગ એવા લીમખેડા લીમડી ચાકલીયા ઝાલોદ અને સુખસર વિસ્તાર ની અંદર ઓવરલોડ રેતીની ગાડીઓનો તો જોવા મળી રહ્યો છે. જ્યારે ખાણ ખનીજ વિભાગ સત્વરે ઓના કોન્ટેકમાં રહી અને પોતાનું લોકેશન આપી ગાડીઓ પાસ કરાવવાનું કામ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ કરી રહ્યા છે. જ્યારે રેતી માફિયાઓ પોતાનો ઓવરલોડ વાહન ભરી અને મોટા હપ્તા આવવાનું કામ ચાલી રહ્યું છે. દાહોદ જીલ્લા ખાણ ખનીજ અધિકારી અને તેના વચેટીઓ દ્વારા ગાડીના નંબર અને એક કોડ આપી ઓવરલોડ ગાડીઓ પાસ કરાવવાનું કામ કરી રહ્યા છે. લીમડી નગરના મુખ્ય માર્ગ ચાકલીયા ચોકડી ઝાલોદ નગરના મુખ્ય માર્ગ સુખસર સંતરામપુર રોડની બાજુમાં આવેલ પેટ્રોલ પંપ અને ઠુઠી કંકાસિયા ચોકડી પર રેતીના ઢગલાઓ અને ઓવરલોડ ગાડીઓ ઉભેલી જોવા મળશે. જ્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા વિઝીટ કરવામાં આવતા માત્ર અને માત્ર બીલટી જોઈ અને ગાડીઓ રવાના કરવામાં આવી રહી એવું જાણવામાં આવી રહ્યું છે.