ઝાલોદ નગરપાલિકા તળાવની સફાઈને લઈ કુંભકર્ણની મુદ્રામાં : ફક્ત કચરો બાળીને સફાઈના બણગા ફૂંકતી પાલિકા

  • તળાવની કિનારાઓ પર ગંદકીના ઢગલા નિર્દોષ પશુઓ પ્લાસ્ટિક ખાતા જોવા મળ્યા.

ઝાલોદ, છેલ્લા ઘણાં સમયથી નગરપાલિકાના વહીવટી તંત્ર પાસે તળાવની તેમજ આજુબાજુના વિસ્તારની સફાઈ માટે સતત સમાચાર માધ્યમ થી સફાઈ કરવા માંગ કરવામાં આવી રહેલ છે. પણ વહીવટી તંત્ર આંખ આડા કાન કરી કામ ન કરવાનું વિચારી રાખેલ છે, તેવું લાગતું હતું. દાહોદના તળાવમાં માછલીઓના મોતથી ઝાલોદ પાલિકા તંત્ર જાગ્યું અને તળાવની પાળ પર કચરો બાળીને સફાઈ થઈ ગઈ હોવાનું માની રહેલ છે. તળાવના પગથિયા ઓ પર જંગલી વનસ્પતિ ઉગેલી જોવા મળે છે, તેમજ તળાવના કીનારા પર બળેલો કચરો હાલ ફરી ગંદકી જોઈ લાગી રહેલ છેકે, પાલિકાના જવાબદાર અધિકારી દ્વારા ફક્ત કાગળ પૂર્તિ કરવા કામગીરી કરેલ છે. ઝાલોદ નગરનું રામ સાગર તળાવની ઉપર ઢોરા પાણી પીવા આવે છે અને ત્યાં જ બેસી જાય છે એટલે ત્યાં ઢોર દ્વારા કરાયેલ ગંદકી સ્પષ્ટ જોવા મળી આવે છે.

ઝાલોદ નગરનું રામસાગર તળાવ લોકોને હરવા ફરવા માટે સુંદર વાતાવરણ પૂરૂં પાડે છે પણ અહીંયા સ્ટ્રીટ લાઇટ પણ બંધ હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તેમજ રામ સાગર તળાવની આજુ બાજુ વહીવટી તંત્રની સફાઈને લઇ નિષ્ક્રિયતાને લઈ તળાવની બહાર પણ અઢળક ગંદકી જોવા મળતી હોવાથી અહીંયા હરવા ફરવા આવતા લોકોને ગંદકીની હવાનો સામનો કરવો પડે છે, તેમજ આજુબાજુ થયેલ પ્લાસ્ટિકના ઢગલામા ઢોરો ખાવાનું શોધવા આવતા તેઓ પ્લાસ્ટિક ખાઈ જતાં જોવા મળેલ હતા. તેથી ઢોરોના સ્વાસ્થને પણ અસર પડે છે. ખોડીયાર માતાના મંદિર પર ઉતરતા રોડની બંને બાજુ રોડ પર પણ જંગલી વનસ્પતી ઉગી ગયેલ જોવા મળેલ છે.

હાલ દાહોદ જીલ્લા કલેક્ટર દ્વારા પ્રી.મોન્સૂન કામગીરી કરવા સૂચના આપેલ છે તો ઝાલોદ પાલિકા તંત્ર પ્રી.મોન્સૂન કામગીરી ક્યારે કરશે, નગરમાં રોડ પરના ખાડા, તળાવની સફાઈ, ગટરોની સફાઈ, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા આ બધું પાલિકા તંત્ર કરશે કે ફક્ત કાગળ પર કામગીરી કરશે. દર વર્ષે ઝાલોદ નગરપાલિકા પ્રી.મોન્સૂન કામગીરીમાં ફેઇલ જોવા મળે છે. દરેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટના અને વરસાદી પાણીના કે અન્ય પાણીના નિકાલ માટે ખુલ્લી ગટર આ સમસ્યા કાયમ માટેની છે, તો જવાબદાર વહીવટી તંત્ર ફક્ત કાગળ પર વાઘ બનશે કે સચોટ કામગીરી કરશે તે હવે આવનાર સમય બતાવશે.