રાજ્ય સહિત દાહોદ જીલ્લા અને ઝાલોદ શહેરમાં પડેલા વરસાદ બાદ રોગચાળા અટકાયત અને સાવચેતીના પગલાં રૂપે શહેરમાં પડતર કચરાનો નિકાલ, દવા છંટકાવ, ફોગીંગ, પાણીના ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે એમ નગરપાલિકાના ચીફ ઓફિસર જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં ભારે વરસાદ બાદ જેના પગલે વરસાદ પહેલાં અને વરસાદ પછી પાલિકા તંત્રએ સફાઈ ઝુંબેશ, કલોરીનેશન, ફ્લોગિંગ સહિતની કામગીરી માટે ટીમ બનાવી કામગીરી હાથ ધરી છે. નગરની સાફ સફાઈ માટે સફાઈકર્મીઓ મહેનતથી શહેરની સફાઈમાં લાગેલા છે. આજે પણ ઝાલોદના મેઇન બજાર, સહિત વગેરે સ્થળોએ સફાઈ કરી ને દવાનો છંટકાવ કરેલ છે.