- બેંક ઓફ બરોડાની બહાર યુવકની સાવચેતી ને લઈ લૂંટનો ભોગ બનતા બચ્યો.
- બેન્કમાં રૂપિયા ભરવાં આવતા જતા પૂરતી તકેદારી રાખવી નહિતો મહેનતના રૂપિયા કોઈ ગઠિયો ઉપાડી જશે.
ઝાલોદ,ઝાલોદ નગરની પોસ્ટ ઓફિસની બહાર ગંદકીના ઢગલા જોવા મળ્યા હતા. તેમજ કેટલાય દિવસથી અહીંયાં સાફ સફાઈ ન થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પોસ્ટ ઓફિસમાં તેમજ બઁકમાં અંદર આવતા રસ્તામાં પાર્કિંગ તેમજ અન્ય સામાન પડેલો રહેતો હોવાથી રસ્તો સાંકડો જોવા મળ્યો હતો. બીજી બાજુ બેંક ઓફ બરોડાની બહાર પણ ગંદગી જોવા મળી હતી. બેંક ઓફ બરોડાની સીડી ચઢતા ડાબી બાજુ ગંદકી જોવા મળેલ હતી. પોસ્ટ ઓફિસ તેમજ બેંક ઓફ બરોડા દ્વારા આ ગંદકી પર ધ્યાન આપવામાં આવતું નથી, તેવું જોવા મળી રહેલ છે.
બીજી બાજુ બેંક ઓફ બરોડાની બહાર રસ્તા પર એક યુવક રાહુલ (નામ બદલેલ છે) પોતાની સતર્કતાને લઈ લૂંટનો શિકાર થતાં બચી ગયેલ હતો. ચોરી કરવા આવેલ અજાણ્યા યુવક દ્વારા પાકીટ લઈને ઉભા રહેલ રાહુલને તમારા કપડા બગડયા છે તેમ કહ્યું હતું. રાહુલ વળીને જોતા તેના કપડા પર બિસ્કીટનું પાણી પડેલ જોવા મળ્યું હતું. રાહુલ કપડા સાફ કરવા જતા અજાણ્યો ચોર કહી શકાય તેવો યુવક રાહુલનું પાકીટ ઝૂંટવીને નાસવાની કોશિશ કરતો હતો. અજાણ્યા ચોર કહી શકાય તેવા યુવકને સતર્ક થઈ ગયેલ રાહુલ દ્વારા ચોર કહી શકાય તેવા યુવકને પકડવા જતા તે યુવક ત્યાથી નાશી ગયેલ હતો. આમ અજાણ્યા ચોર કહી શકાય તેવા યુવકનો ભોગ બનતા એક સતર્ક યુવક રાહુલ બચી ગયેલ હતો.
કોઈ પણ બેન્કમાં રૂપિયા લઈ જતા સમયે કે બેંક માંથી રૂપિયા ઉપાડી લઈ જતા સમયે દરેક લોકોએ સાવધાની રાખવી જોઈએ નહીં તો કોઇ અજાણ્યા ગઠીયાઓ છેતરપિંડી કરી તમારી રકમ કે રૂપિયા છીણવી લઇ જશે. સાવધાન રહો સતર્ક રહો અને જાણકાર બની કાર્ય કરો. થોડીક લાપરવાહી થી આપને નુકશાન થઈ શકે છે.