- સ્પર્ધાના સૌજન્ય તરીકે અક્ષર એજન્સી ઝાલોદ અને સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર ઝાલોદ દ્વારા વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ઝાલોદ, ઝાલોદ નગરની બી.એમ.હાઇસ્કુલ ખાતે ધોરણ 9 ના 46 બાળકોએ પ્રાર્થના સભા પછી સૂર્ય નમસ્કાર પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. આ પ્રોગ્રામ અક્ષર ન્યૂઝ એજન્સીના પ્રોપરાઈટર અગ્નેશ પંચાલ અને દિવ્ય ભાસ્કર પેપરના પત્રકાર સહલ ગુડાલાના સૌજન્ય થી યોજવામાં આવ્યો હતો. નિયમબઘ્ઘ રીતે સૂર્ય નમસ્કાર કરનાર વિધાર્થીઓને રોકડ પુરસ્કાર તેમજ સ્વામી વિવેકાનંદ પુસ્તકનું સેટ આપવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ નંબર શર્મા કીર્તિકા પ્રેમભાઈ, બીજા નંબર પર ચૌહાણ જવલ તુલસીદાસ અને ત્રીજા નંબર પર જૈન નિકુંજ અનિલભાઈ આવેલ હતા. સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિધાર્થીઓને પેન આપી પ્રોત્સાહન પૂરૂં પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેળવણી મંડળના પ્રમુખ દિલીપ પટેલ, મંત્રી હસમુખ પટેલ, સહમંત્રી દિનેશ પંચાલ તેમજ કાર્યક્રમના સૌજન્ય અક્ષર ન્યૂઝ એજન્સી એજન્ટ અગ્નેશ પંચાલ, પત્રકાર સહલ ગુડાલા આચાર્ય મિત્તુલ પટેલ, સુપરવાઈઝર મૂકેશ ચારેલ, સાસ્વત બહેનો અને વિધાર્થીઓ એ ભાગ લઈ પ્રોગ્રામ સફળ બનાવ્યો હતો.