ઝાલોદ, તા.15/01/2024 ઝાલોદ તાલુકાના ઝાલોદ મુવાડા ગામના સ્થાનિક સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા 108 ની મદદ લેવામાં આવી હતી. ત્યારે ઝાલોદ 108ની ટીમને રાત્રીના 01:56 ને કેસ મળતાની સાથેજ તાત્કાલિક ઝાલોદ મુવાડા ગામે પહોંચી સગર્ભા મહિલાને તપાસતા પ્રસૂતિનો દુખાવો થતો હતો અને 108ના Emergency medical Technician આશિષ કે ડામોર અને pilot અર્જુન કટારા તેમજ રસ્તો ખરાબ હોવાના કરારણથી સગર્ભા બેનના ઘરે એમ્બ્યુલન્સ જય શકે તેમ નોતી સ્પાઈન બોડ લઈને ઘરે પહોંચ્યા અને ડિલિવરી કરાવવાની ફરજ પડતા બેનને ઘરેજ પ્રસૂતિ કરાવવી પડીતા પ્રસૂતિ કરાવતા બાળકના ગળામાં (બે) ગર્ભ નાળ વીંટળાયેલ હતી અને ERCP ફિજીસિયન ડોક્ટર કૃષ્ણાના માર્ગદર્શન થી બેનના ઘરેજ બહુ કાળજી પૂર્વક નોર્મલ પ્રસૂતિ કરાવેલ છે અને સારવાર આપતા આપતા સરકારી દવાખાના ઝાલોદના ડોક્ટર જયરાજ દેવધાને બધી તકલીફ જણાવી અને માતા અને બાળકને દાખલ કરીને ત્યાંથી રવાના થયા આ રીતે 108 ની ટિમ દ્વારા એક માનવતાનું ઉદાહરણ પૂરૂં પાડયું હતું.