ઝાલોદ નગરમાં યોજાયેલ સિટીવોક પ્રચારના અભાવે ફિક્કી જોવા મળી

  • સિટીવોકમાં ચીફ ઓફિસરની ગેરહાજરી તેમજ નગરપાલિકાના ફક્ત એક કાઉન્સિલર હાજર.

ઝાલોદ,

G-20 સમિટ 2023 નિમિત્તે ઝાલોદ નગરપાલિકા દ્વારા આજરોજ સિટીવોકનુ આયોજન કરવામાં આવ્યું હતું. G-20 સિટીવોક બસસ્ટેન્ડ વિસ્તારમાં આવેલ સરદાર પટેલનાં સ્ટેચ્યુને ફૂલમાળા પહેરાવી ચાલુ કરવામાં આવી હતી. આ સિટીવોક સરદાર પટેલ સર્કલ થી આંબેડકર ચોક, ખાંટવાડા, વ્હોરા બજાર, વડબજાર થઈ ભરત ટાવર પર પૂરી કરવામાં આવી હતી.

નગર પાલિકા દ્વારા ફિક્કા પ્રચારને લઈ નગરના એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ તેમજ બે-ત્રણ આગેવાનો અને નગર પાલિકાનો ગણતરીનો સ્ટાફ જ ઉપસ્થિત રહ્યો હતો. નગર પાલિકાના ચીફ ઓફિસર પણ ગેરહાજર જોવા મળ્યા હતા. તેમજ નગર પાલિકાના કાઉન્સિલરોમાં ફક્ત એક કાઉન્સિલરની જ હાજરી જોવા મળતી હતી.

આ સિટીવોકમાં પૂર્વ પાલિકા પ્રમુખ અગ્નેશ પંચાલ, નગર પાલિકા કાઉન્સિલર બટુલ ડામોર, નરેન્દ્ર જૈન, ઈકબાલ ગુડાલા તેમજ નગર પાલિકાના સ્ટાફમાં ત્રણ થી ચાર જણા અને એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ થઈ 50 જેટલા લોકોની સૂચક હાજારી જોવા મળતી હતી. નગરમાં ફિક્કા પ્રચારના અભાવે નગરના નાગરિકોએ પણ સિટીવોકમાં ભાગ લીધો હતો નહીં.