ઝાલોદ, 6 ડિસેમ્બર 1992ના દિવસને હિન્દુ સંગઠનો દ્વારા શૌર્ય દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આજથી લગભગ 31 વર્ષ પહેલાં વિવાદિત બાબરી ઢાંચાને તોડી પાડવામાં આવ્યો હતો. આ વિવાદિત બાબરીનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલતો હતો. આ વિવાદિત કેસનો ઉકેલ 2019 માં સુપ્રીમ કોર્ટ દ્વારા હિન્દુ સંગઠનની તરફેણમાં આપ્યો હતો. 6 ડિસેમ્બર 1992 નારોજ વિવાદિત બાબરીના ઢાંચા નીચે ઝાલોદ નગર માંથી અયોધ્યા ખાતે હિન્દુ સંગઠનો સાથે કારસેવા કરવાં ગયેલ રાજેશ સોની દબાઈ ગયેલ અને ત્યાં તે શહિદ થઈ ગયેલ હતો.
કારસેવા કરવાં ગયેલ રાજેશ સોની 6 ડિસેમ્બરે શહિદ થઈ જતાં તેની યાદમાં ઝાલોદ નગરના વડબજાર વિસ્તારને શહિદ રાજેશ ચોક નામ આપવામાં આવ્યું. ત્યાર બાદ પ્રતિવર્ષ હિન્દુ સંગઠનો દ્વારા શહિદ રાજેશને આ દિવસે શ્રધ્ધાંજલી આપતા હોય છે. 6 ડિસેમ્બરના દિવસને કેટલાક હિન્દુ સંગઠનો દ્વારા શૌર્ય દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. શહિદ રાજેશને શ્રદ્ધાંજલિ અર્પતા દિપક જલાવી મૌન પાળવામાં આવ્યું હતું અને શહિદ રાજેશ અમર રહોના નારા પણ લગાવવામાં આવ્યા હતા.
આજના 6 ડિસેમ્બર 2023 નારોજ શૌર્ય દિવસ નિમિત્તે ઝાલોદ નગરમાં શહીદ રાજેશ ચોક ખાતે દેશભક્તિ ગીતનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. આ દેશભક્તિના સુંદર પ્રોગ્રામને નગરજનોએ વધાવી લીધો હતો. આ દેશભક્તિ ગીતની બન્ટી પંચાલ, ધ્રુવ પટેલ અને પ્રેમ મેરવાની દ્વારા કરવામાં આવી હતી.