ઝાલોદ, ઝાલોદ નગરમાં આવેલ બસ સ્ટેશન થી દાહોદ રોડ, બસ સ્ટેશનથી બાંસવાડા, ઠુંઠી રોડ થી હનુમાનજી મંદિર જતા રોડ પર ડિવાઇડર વાળો રોડ આવેલ છે. આ ડિવાઇડર રોડની બન્ને બાજુ ધૂળોનો કચરો મોટા પ્રમાણમાં જોવા મળે છે. અહીંથી નીકળતા વાહનો કે રાહગીરોને આ ઉડતી ઘુળોનો સામનો કરવો પડે છે. આ ધૂળની ઉડતા આવતા જતા રાહગીરોના આંખોમાં આવે છે તેથી અજાણ્યે ધૂળ ઉડીને આવતા અકસ્માતનો ભય પણ રહે છે. હાલમાં નગરમાં સુસવાટા મારતો પવન ફૂંકાય છે જેથી આ ઉડતી ધૂળો નગરજનોને વધુ હેરાન કરે છે વળી જો કોઈ વાવાઝોડું કે પવન ફૂંકાય તો રોડ પરની ધૂળો નગરજનોની દુકાનોમા પણ ભરાય છે. આ ઉડતી ધૂળો થી હેરાન નગરજનો તાત્કાલિક ડિવાઇડરની બંને બાજુ જામી ગયેલ ધૂળ સાફ કરવા માંગ કરી રહેલ છે.