ઝાલોદ, ઝાલોદ નગરના મુવાડાના રહેવાસી સુરેશભાઈ જેમાભાઈ વસૈયા પોતાની બાઈક પુરપણાટ ચલાવીને જઈ રહ્યો હતો ત્યારે તેણે રાતના સમયે ઝાલોદ મુવાડા વિસ્તારમાં રક્ષા પેટ્રોલપંપ પાસે રોડ ઉપર બાઈકને ટકકર મારી હતી. જેમાં બાઈક સવાર લીમડી ગામની નિર્મળ પ્રતાપનગર સોસાયટીના રહેવાસી 42 વર્ષિય રોહિતભાઈ ભગાભાઈ સોલંકીને શરીરે ગંભીર ઈજાઓ થતાં રોહિતભાઈનુ મોત નીપજતા પરિવારમાં શોક ફેલાયો હતો. આ અકસ્માતમાં સુરેશભાઈ વસૈયા પણ ધાયલ થયા હતા. જીવલેણ અકસ્માત અંગે લીમડીના દેવેન્દ્રભાઈ સોલંકી ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સુરેશભાઈ સામે ગુનો દાખલ કરીને આગળ વધુ તપાસ હાથ ધરી હતી.