ઝાલોદ નગરમાં વાઇબ્રન્ટ દિવાળી ઉત્સવની ઉજવણી નિમિત્તે પંચદિવસીય કાર્યક્રમોની રેલમછેલ

  • દશાનીમાં વણિક સમાજ દ્વારા કરાયેલ આયોજનમાં નગરના સર્વ સમાજનો સહકાર.
  • વાઇબ્રન્ટ દિવાળીના ઉત્સવમાં સ્વચ્છ, સુંદર અને સમૃદ્ધ ઝાલોદ નગરની ઝલક આવનાર મહેમાનોને બતાવવામાં આવશે.

ઝાલોદ,આગામી 11-11-2023 થી 15-11-2023 સુધી પંચદિવસીય વાઇબ્રન્ટ દિવાળી ઉત્સવનું આયોજન દશાનીમાં વણિક સમાજ દ્વારા કરવામાં આવેલ છે. આ ઉત્સવનો મુખ્ય હેતુ નગરમાં રહી નગરમાં પાયાની સુવિધાઓ ઉભી કરનાર વણિક સમાજના મહેમાનોનું સ્વાગત અને અભિવાદન કરવાનું છે. નગરમાં આસરે 60 વર્ષ પહેલાં વણિક સમાજ સહુથી મોટો સમાજ હતો અને તેઓ જ્યારે અહીં વસતા હતા. તે દરમ્યાન નગરના વિકાશ માટે મોટાં પ્રમાણમાં પ્રાથમિક પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી. નગરના પ્રસૂતિ ગૃહ થી લઈ, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ મોક્ષ ધામના વિકાશ સુધી ઘણી બધી સંસ્થાઓમાં વણિક સમાજનો ફાળો બહુ અમૂલ્ય રહ્યો છે. વણિક સમાજ દ્વારા વિકસાવવામાં આવેલ સંસ્થાઓ આજે વટવૃક્ષ બની નગરની શોભા વધારી રહેલ છે.

વાઇબ્રન્ટ દિવાળી ઉત્સવ ઉજવવાનો મુખ્ય હેતુ જે વણિક સમાજ જે રોજગાર તેમજ પારિવારીક જવાબદારી નિભાવવા માટે નગર બહાર દેશ અને વિદેશમાં ગયેલ છે, તેઓ પોતાની જૂની સ્મૃતિને તાજી કરવાં નગરમાં આવી રહેલ છે. નગરમાં દરેક ઉત્સવ ઉજવવાની જે મજા છે તે બીજી કોઈ જગ્યાએ તેઓને આવતી નથી. તેથી વાઇબ્રન્ટ દિવાળી ઉત્સવના બહાને તેઓ પોતાની માતૃભૂમિને વંદન કરી જુની સ્મૃતિ તાજી કરવાં માંગે છે. મારા ગામની વિશેષતા અનોખી એવી યાદો લઇ તેઓ પોતાની જન્મભૂમિના ખોળે રમવા ફરવા ઇચ્છે છે. આ વાઇબ્રન્ટ ઉત્સવમાં 250 જેટલા લોકો વિદેશથી અને 750 જેટલા લોકો નગરની બહાર ગયેલ વણિક સમાજના લોકો આવનાર છે. વાઇબ્રન્ટ દિવાળી ઉત્સવમાં આવનાર મહેમાનોને નગર સ્વચ્છ ,સુંદર અને સમૃદ્ધ બન્યું છે, તેની વિશેષતા દર્શાવવામાં આવનાર છે. અમુક વણિક સમાજના લોકો જે નગરમાં 40 વર્ષ પછી નગરમાં પરિવાર સાથે નગરમાં આવી રહેલ છે, તેઓ પોતાના સંતાનોને માતૃભૂમિના દર્શન કરાવી નગરમાં ઉજવાતા તહેવાર તેમજ નગરનો પ્રેમ અને દેશની સંસ્કૃતિ બતાવવા ઇચ્છી રહેલ છે.

વાઇબ્રન્ટ દિવાળી ઉત્સવને વિશેષ બનાવવા દશાનીમાં વણિક સમાજ દ્વારા સર્વ સમાજનો સહયોગ માંગતા સર્વ સમાજ આ ઉત્સવની રૂપરેખાને સફળતા અપાવવા દરેક રીતે સહયોગ આપી રહેલ છે. નગરના મામલતદાર,નગરપાલિકા ચીફ ઓફિસર, ડી.વાય.એસ.પી, પી.એસ.આઇ, તેમજ નગરના સર્વ સમાજના લોકો તેમજ વાઇબ્રન્ટ ઉત્સવ સમિતિ દ્વારા નગરમાં કોઈ પણ જાતની તકલીફ ન સર્જાય કે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તકેદારી રાખી રહ્યા છે. વાઇબ્રન્ટ દિવાળી ઉત્સવના પંચદિવસીય ઉત્સવમાં વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામો, રામસાગર તળાવની વચ્ચે ફટાકડાની આતસબાજી, ગરબા, ગાયક કલાકાર જેવા ઘણા બધા પ્રોગ્રામ પાંચ દિવસ દરમિયાન કરવામાં આવનાર છે. નગરને રોશની થી સુશોભિત કરી દરેક મુખ્ય માર્ગો પર મોટા ગેટ બનાવી વાઇબ્રન્ટ દિવાળી ઉત્સવની ધમાકેદાર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહેલ છે.