ઝાલોદ નગરમાં તાલુકાકક્ષાની તિરંગા યાત્રા ધારાસભ્ય મહેશ ભૂરીયાની અધ્યક્ષતામા યોજાઈ

  • તિરંગા યાત્રામાં મોટા પ્રમાણમાં લોકો જોડાયા અને દેશ ભક્તિના રંગે રંગાયા .

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલ અપીલ મુજબ આગામી 9 -15 ઑગસ્ટ સુધી રોજ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અલગ અલગ રાજ્યોમાં, જીલ્લાઓમાં, તાલુકાઓમાં તેમજ દરેક નાના ગ્રામ્ય વિસ્તારોમાં તિરંગા યાત્રા કાઢવા માટે માર્ગદર્શન આપેલ હતું. તેના ભાગરૂપે સમગ્ર દેશમાં તિરંગા યાત્રા અને ફરી એકવાર હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઝાલોદના ધારાસભ્ય મહેશ ભુરીયાની અધ્યક્ષતામાં ઝાલોદ નગરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી.

ઝાલોદ નગરમાં તિરંગા યાત્રા માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ યાત્રામાં અબાલ વૃધ્ધ સહુ લોકોએ ઉમંગભેર ભાગ લીધો હતો. દરેક નાગરિકોના હાથમાં ભારતનો તિરંગો શોભયમાન થતો જોવા મળતો હતો. તેમજ દરેકના હાથમાં તિરંગો દેશ ભક્તિ અને અખંડ ભારતનો સંદેશો આપતો હતો. હર ઘર તિરંગા અંતર્ગત દરેક સ્કૂલ, કોલેજ,આંગણવાડી તેમજ કચેરીઓમાં ઉજવણી થઈ રહી છે. ભારત સરકાર આવા સુંદર પ્રોગ્રામ થકી દેશ ભક્તિનો રંગ દરેક ભારતીયોની નસ નસમા રહે અને સદાય દરેક ભારતીય દેશભક્તિના રંગમાં રંગાયેલ રહે તેવા આયોજન કરી રહેલ છે.

તિરંગા યાત્રા થકી દરેક લોકોમાં રાષ્ટ્ર પ્રત્યેની ભક્તિ વધુ મજબૂત બની છે. આપણા દેશનો તિરંગો દરેક લોકોને પ્રેરણા આપે છે કે દેશના સહુ લોકોને આપણો રાષ્ટ્રધ્વજ દેશ માટે રાષ્ટ્ર પ્રત્યેની ભક્તિ , રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ રહેવાની પ્રેરણા આપે છે. આપણું રાષ્ટ્રધ્વજ એ દરેક ભારતીયની આન ,બાન ,શાન છે તેમજ આપણે આપણી રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી વધું ગૌરવભેર થઈ નિભાવવી જોઈએ આ 78 મા સ્વાતંત્ર દિવસની ઉજવણી પ્રસંગે ધારાસભ્ય મહેશ ભૂરીયા દ્વારા સંદેશો આપવામાં આવ્યો કે આપણે સહુ રાષ્ટ્રને વફાદાર રહી રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી પૂરી નિષ્ઠા સાથે નિભાવીયે અને દેશના વિકાસમાં દરેક ભારતીય ખભે થી ખભે મિલાવી દેશની પ્રગતિમા ફાળો આપીએ. આપણે સહુ એક રહી સદાય રાષ્ટ્રને વફાદાર બની રાષ્ટ્ર કલ્યાણ માટેના કાર્યો કરતા રહીએ.

આજની આ તિરંગા યાત્રા મુવાડા ઝાલા વસૈયા ચોક થી ( તિરંગા ચોક ) બસ સ્ટેશન થઇ એ.પી.એમ.સી સુધી યોજાઈ હતી. આ તિરંગા યાત્રાના રૂટમા આવેલ તમામ રસ્તાઓના ડિવાઇડર તિરંગા ધ્વજ થી લહેરાતા જોવા મળતા હતા. ધારાસભ્ય મહેશ ભૂરીયા દ્વારા લીલી ઝંડી આપી નગરમાં પ્રસ્થાન કરાવ્યું હતું. ચારે તરફ તિરંગા ધ્વજ લહેરાતો જોવા મળતો હતો. નગરમાં તિરંગા યાત્રા દરમ્યાન ધારાસભ્ય મહેશ ભૂરીયા દ્વારા રામજી મંદિર, વિશ્વકર્મા મંદીર અને ગણેશ મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

ત્યાર બાદ માર્ગમા આવતા સરદાર પટેલ અને બાબા આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ કરવામાં આવેલ હતું. નગરના માર્ગો દેશ ભક્તિના સૂર થી રેલાતુ જોવા મળતું હતું. આખું ઝાલોદ નગર દેશ ભક્તિના રંગે રંગાઈ ગયેલ હતું. આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય મહેશભાઇ ભુરીયા ,પ્રાંત અધિકારી એ.કે.ભાટીયા,ડી.વાય.એસ.પી ડી.આર.પટેલ, મામલતદાર શૈલેન્દ્ પરમાર ,તાલુકા વિકાસ અધિકારી કે.એચ.ગઢવી , પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, જીલ્લા પંચાયત સભ્ય લલિત ભૂરીયા, ડી.વાય.એસ.પી ડી.આર.પટેલ,સી.પી.આઇ રાઠવા, તેમજ જીલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલરો, ઝાલોદ નગરના ભાજપ સેલના તમામ કાર્યકર્તાઓ, આંગણવાડી બહેનો તેમજ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ અને નગરજનો મોટા પ્રમાણમાં હાજર હાજર રહ્યા હતા. છેલ્લે એ.પી.એમ.સી. ખાતે યાત્રાનું સમાપન રાષ્ટ્રગીત ગાઈ કરવામાં આવ્યું હતું.