પ્રજાપતિ વાસમાં રહેતા લોકોને પારાવાર ગંદકીને લઈ સતત બીમારીનો ભય સતાવી રહ્યો છે.
ઝાલોદ નગરપાલિકા દ્વારા નગરમાં વડાપ્રધાનની સ્વચ્છ ભારત અંતર્ગત ઝુંબેશ ચાવવામાં આવી હતી અને સ્વચ્છ ભારત અંતર્ગત પોસ્ટર,બેનર દ્વારા લોકો જાગૃત થાય તેવા પ્રોગ્રામ પણ કરવામાં આવ્યા હતા. નગરપાલિકાની અંદર જ પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી ગંદકી જોવા મળી હતી.
નગરપાલિકાને અડીને જ પ્રજાપતિ સમાજના લોકોના રહેણાંક વિસ્તાર આવેલો છે. પ્રજાપતિ સમાજના લોકોના રહેણાંક વિસ્તારને અડીને જ પાણીના યોગ્ય નિકલના અભાવે ગંદકી જોવા મળેલ છે. પ્રજાપતિ સમાજ દ્વારા કેટલીય વાર આ ગંદા પાણીના નિકાલ માટે તંત્ર પાસે માંગ કરેલ છે પણ આ ગંદા પાણીનો કોઈ નિકાલ જોવા મળતો નથી. આ ગંદા પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી પ્રજાપતિ વિસ્તારના લોકો સતત બીમારીના ભય હેઠળ જીવી રહ્યા છે. ગંદા પાણીમાં રહેલ મચ્છરોને લઈ તેઓને ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગોનો ભય સતાવી રહ્યો છે. આ ગંદુ પાણી સતત દુર્ગંધ પણ મારે છે, તેવું અહીંના લોકોનું મૌખિક કહેવું છે.
પ્રજાપતિ વિસ્તારના લોકો નગરપાલિકા પાસે આ ગંદા પાણીનો યોગ્ય નિકાલ થાય તેમજ આ વિસ્તારમાં ગંદકી ન સર્જાય તેવું ઇચ્છી રહ્યાં છે. તેમજ નગરપાલિકા તાત્કાલિક આ અંગે પગલા લે તેવું પ્રજાપતિ સમાજના લોકો ઇચ્છી રહ્યાં છે.