
ઝાલોદ,તા.24/01/2024ના રોજ “સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી” નિમિત્તે ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ઝાલોદ નગરના સંયોજક અભય ભાટીયા દ્વારા ઝાલોદ નગરની પી.વી.પટેલ ગર્લ્સ હાઈસ્કૂલ તથા નારાયણી પબ્લિક સ્કૂલના મેદાનમાં “સ્વામી વિવેકાનંદ રમતોત્સવ”ની ઉજવણી કરવામાં આવી.
આ કાર્યક્રમમાં સંગીત ખુરશી, રસ્સાખેચ, લંગડી જેવી પરંપરાગત પ્રાચીન રમતો રમાડવામાં આવી. જેમાં બંને શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા બંને શાળાના આચાર્ય અને કર્મચારીઓએ સુંદર સહકાર આપ્યો હતો.