ઝાલોદ નગરમાં સ્ટ્રીટ લાઈટ બંધ રહેવાથી સ્થાનિક રહેવાસીઓમાં રોષ

  • લાઇટ બંધ રહેવાની સમસ્યા આખાં નગરમાં વારેઘડીએ સર્જાય છે, પ્રાથમિક સુવિધાને લઈ ઝાલોદ પાલિકા તંત્ર વામણું જોવા મળ્યું .

ઝાલોદ,ઝાલોદ નગરમાં વોર્ડ નંબર બે લખારવાડી તેમજ દરેક વોર્ડમાં છેલ્લાં કેટલાંક સમય થી સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી અંધારા પટ છવાય જાય છે. છેલ્લા કેટલાય સમયથી અહીંના રહેવાસીઓ આ સમસ્યાને લઈ જવાબદાર તંત્રને રજૂઆત કરવા છતાય આંખ આડા કાન કરી રહ્યું છે. આ રહેવાસી વિસ્તારમાં સ્થાનિક લોકોની બાઇક અને વાહન પણ રાત્રિ દરમ્યાન અહીં પાર્કિંગ થતાં હોય છે લાઇટ બંધનો ફાયદો લઈ કોઈ વાહન ચોરી થાય તો તે માટે જવાબદાર કોણ…? સ્થાનિક પાલિકા તંત્ર દ્વારા રોડ, ગટર લાઇટ જેવી પ્રાથમિક સુવિધા વેરો આપવા છતાંય આપવામાં નથી આવતી તો નગરપાલિકાનું કાર્ય શું…? જો નગરને પ્રાથમિક સુવિધા પૂરીના પાડી શકે તો ટેક્સ સેના માટે જેવા અનેક સવાલો નગરજનોમાં થઈ રહેલ છે.

આ વિસ્તાર કે અન્ય વિસ્તારોમાં લાઇટ બંધ રહેવાથી નગરના રહેવાસીઓને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે લોકોને આવા જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અંધારૂં હોવાને લઈ કોઈ મહિલાને અગમ્ય કારણસર બહાર જવાનું થાય તો તેની સાથે કોઈ અમાનવીય કૃત્ય સર્જાય તો તે માટે જવાબદાર કોણ?

નગરના રહીશોનું કેહવું છે, તંત્ર દ્વારા તાત્કાલીક નિરાકરણ લાવવું જોઈએ તેમજ હાલ ચોમાસાની સીજન ચાલી રહી છે તેથી કોઈ જીવ જનાવર નીકળી શકે છે. તેથી તંત્ર દ્વારા તાત્કાલીક ધોરણે કામગીરી કરવી જોઈએ તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.