- જીલ્લા પંચાયત સભ્ય કૃષ્ણરાજ ભૂરીયા તેમજ પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ અનીતાબેન મછારના હસ્તે શુભારંભ કરવામાં આવ્યું.
ઝાલોદ, ગુજરાત સરકાર દ્વારા બાંધકામ શ્રમિકો માટે જુન 2017 થી શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરવામાં આવેલ હતી. આ યોજનાનો લાભ કરોડો શ્રમિક પરિવાર લઈ રહેલ છે. આ યોજના અંતર્ગત તારીખ 11-03-2024 સોમવારના દિવસે ઠુઠી કંકાસીયા ચોકડી ખાતે દાહોદ જીલ્લા પંચાયત સદસ્ય કૃષ્ણરાજ ભૂરીયા અને પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ અનિતાબેન મછારના હસ્તે શુભારંભ કરવામાં આવ્યું હતું.
આ યોજના અંતર્ગત શ્રમિકોને ખૂબજ ઓછા દરે પૌષ્ટિક આહાર આપવામાં આવી રહેલ છે. જેમાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, ગોળ અને મરચાનો સમાવેશ થાય છે. અઠવાડિયામાં એક દિવસ સુખડીનો મિષ્ટાન્ન પણ શ્રમિકોને પીરસવામાં આવનાર છે. આ યોજનાનો લાભ લેવા માટે શ્રમિકોએ ઇ.નિર્માણ કાર્ડ લઈ વિતરણ સ્થળ પર આવવાનું હોય છે. આ યોજનાનો લાભ લેવા શ્રમિક વર્ગના લોકોએ પોતાનું કાર્ડ આપી સ્કેન કરાવી તોકન રકમ રૂપિયા પાંચ આપી આ સ્કીમનો લાભ લઈ શકે છે. જે વ્યક્તિ પાસે આ કાર્ડ ના હોય તેમણે હંગામી ધોરણે આ સેંટર પર નોંધણી કરાવી 15 દિવસ સુધી ભોજન મેળવી શકે છે. ત્યારબાદ ઇ.નિર્માણ કાર્ડ ઇસ્યુ થયા પછી થી આ સ્કીમનો લાભ મળવા પાત્ર છે. આ કાર્ડ કાઢવા માટે ભતભ સેંટર, ય-લફિળ સેંટર, ધનવંતરી આરોગ્ય રથ તેમજ જીલ્લા કચેરી ખાતે થી ફ્રી મા કાઢી આપવામાં આવે છે. આ કાર્ડ કાઢવા થી શ્રમિકોને અન્ય બીજા પણ લાભ મેળવવા પાત્ર બને છે.
આ યોજનાનો લાભ લેવા માટે શ્રમિકોની લાઇન લાગેલ હતી. તેમજ આ યોજનાનો લાભ લઈ પૌષ્ટિક ભોજન મળતા શ્રમિકોના ચહેરા પર અનેરી ખુશી અને આનંદ જોવા મળી રહેલ હતો. તેમજ ધનવંતરી રથ પર શ્રમીક વર્ગમા આવતા પરિવારના લોકો માટે કાર્ડ પર કાઢી આપવામાં આવી રહેલ હતા.