ઝાલોદ નગરમાં શીતળા માતાની પૂજા-અર્ચના તેમજ ઠંડા ભોજનો પ્રસાદ આરોગી ઉજવણી કરવામાં આવી

ઝાલોદ,શ્રાવણ વદ સાતમના દિવસે શીતળા માતાની પૂજા, અર્ચના કરવાનો દિવસ , સાતમના આગલા દિવસે મહિલાઓ સાતમના દિવસની પૂજા કરવા પોતાના ઘરે ભોજન બનાવે છે અને આ ઠંડુ ભોજન શીતળા માતાને સાતમને દિવસે ચઢાવી પૂજા, અર્ચના કરી શીતળા માતાની કથા સાંભળવામાં આવે છે. આ વ્રત બાળકોની રક્ષા તેમજ પરિવારની ઉન્નતિ માટે સૌભાગ્યવતી સ્ત્રીઓ કરતી હોય છે.

ઝાલોદ નગરમાં વર્ષો જુનું પૌરાણિક શીતળા માતાનુ મંદિર આવેલ છે આ મંદિરે હોળી દહન પછી થી ઠંડુ જળ ચઢાવી માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે. આજના દિવસે પૂજા અર્ચના કરવા મોટા પ્રમાણમાં મહિલાઓ આવતા લાંબી લાઇન લાગી હતી .ઝાલોદ નગરની મહિલાઓએ શીતળા સાતમના દિવસે માતાને ઠંડુ ભોજન ચઢાવી પૂજા અર્ચના કરી તેમજ કથા સાંભળી હતી. આજના દિવસે ઘરે ચૂલો સળગાવવામાં આવતો નથી. માતાને જે વાસી ભોજન ચઢાવવામાં આવે છે, એ જ ઠંડુ ભોજન પ્રસાદ રૂપે લેવામાં આવે છે. એક માન્યતા મુજબ જે ઘરમાં શીતળા માતાની પૂજા કરવામાં આવે છે એ પરિવારમાં ઓરી, અછબડા જેવી બીમારી થતી નથી. તેમજ સાચી લગન અને આસ્થા થી જો આ વ્રત પૂજા કરવામાં આવે જ્ઞિં પરિવારમા ગંભીર રોગ હોય તો તેનાથી પણ તેને મુક્તિ મળે છે. આ વ્રત કરવાથી સૌભાગ્યવતી સ્ત્રીઓ ની તમામ મનોકામના પૂરી થાય છે.