ઝાલોદ, ઝાલોદ નગરમાં તારીખ 04-04-2024 ના રોજ રાત્રીના 8:00 વાગે વણકતલાઇ હનુમાનજી મંદિર ખાતે આગામી તારીખ 17-04-2024 બુધવારના રોજ રામનવમીના ઉત્સવના આયોજન અંગે સનાતન હિન્દુ ધર્મ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રામનવમી ઉજવણી અંગેની તબક્કાવાર રૂપરેખા નક્કી કરવામાં આવી હતી. તેમજ આ ધાર્મિક આયોજન કેવી રીતે ભવ્ય બનાવવું તે અંગે ઉપસ્થિત હિન્દુ સમિતિના સહુ લોકોના મંતવ્ય લેવામાં આવ્યા હતા. તેમજ આ ઉજવણી અંગે રૂપરેખા પ્રમાણે અલગ અલગ જવાબદારી સોપવામાં આવી હતી તેમજ આ ઉજવણીને હજુ વિશેષ કેવી રીતે બનાવવુ તે અંગે વિચારણા કરી આયોજનને ગતિશીલ કરવામાં આવેલ હતું. આ બેઠકમાં મોટા પ્રમાણમાં હિન્દુ સમાજના લોકો ઉપસ્થિત રહેલ હતા. તેમજ આ ઉત્સવમાં હિન્દુ સમાજના નાના, મોટા સૌ લોકો જોડાય તે મુદ્દે ચર્ચા કરાઈ હતી. હિન્દુ સમાજના આ ઉત્સવને ખૂબ જ ઉમંગ ઉલ્લાસ સાથે નગરમાં શાંતિમય વાતાવરણ ઉજવાય તે અંગે સહુ લોકોને સૂચન કરવામાં આવ્યું હતું.