ઝાલોદ નગરમાં રામદ્વારા મંદિરની સામે દુકાન ધરાવતા વેપારીને ત્યાંથી 50,000 ઉપરાંત મત્તાની રોકડ ચોરી

ઝાલોદ,ઝાલોદ નગરમાં રામદ્વારા મંદિરની સામે તેમજ રામરોટીની બાજુમાં કરિયાણા તેમજ હાર્ડવેરની દુકાન ધરાવતા વ્હોરા સમાજના વેપારી હુસૈનભાઇ વેપાર કરી પોતાનું ગુજરાન ચલાવે છે. હુસૈનભાઈ દાહોદ થી આવી ઝાલોદ મુકામે વેપાર કરે છે. આજરોજ તારીખ 25-04-2024 ના રોજ સવારના 7:45 વાગ્યાની આજુબાજુ હુસૈનભાઇ દાહોદ થી આવી પોતાની દુકાન ખોલી હતી. દુકાન ખોલી તેઓ પોતાની દુકાનની સાફ સફાઈ કરી રહેલ હતા તેવામાં બે વ્યક્તિ આવી તેમના પાસે વેપાર કરી રહેલ હતા તેવામાં એક એક વ્યક્તિએ કહ્યું કે તમારી દુકાનની બહારથી કોઈક વ્યક્તિ કૈંક લઈને જતું રહ્યું છે. ત્યારે હુસૈનભાઇ બહાર તેને જોવા જતા દુકાનમાં ઉભેલ બે વ્યક્તિઓ દુકાનમાં પડેલ બેગ ઉઠાવી નાશી ગયેલ હતા. હુસૈનભાઈ ને ખબર પડતાં તેઓ દ્વારા તેમના સમાજમાં લોકોનો સંપર્ક સાધ્યો હતો. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં આ અંગે હુસૈનભાઇ દ્વારા લેખિતમાં માહિતી આપવામાં આવેલ હતી. હુસૈનભાઈના કહેવા મુજબ દુકાનની બેગમાં અંદાજીત 50,000 થી 70,000 જેટલી રોકડ રકમ, જરૂરી દસ્તાવેજો તેમજ એ.ટી.એમ, ક્રેડિટકાર્ડ જેવી જરૂરી વસ્તુ હતી. તેમના કહેવા મુજબ દુકાનમાં વેપાર કરવા આવનાર બે વ્યક્તિ તેમજ બહારથી જે વ્યક્તિ દુકાનનો સામાન ઉઠાવી ગયેલ હતા તે ત્રણે વ્યક્તિ એક બીજાથી મળેલ હોવા જોઈએ.

સાંભળવા મળ્યા મુજબ અગાઉ પણ એક દુકાન પરથી વ્હોરા સમાજની એક વ્યક્તિનુ બેગ કોઈ અજાણ્યો યુવક ઉઠાવી ગયેલ હતો અને તે અગાઉ બસસ્ટેશન વિસ્તાર માંથી વ્હોરા સમાજની વ્યક્તિની બેગ માંથી સોનાની રકમ ચોરાઈ ગયેલ હતી. પોલીસ દ્વારા તપાસ તો ચાલી રહેલ છે, પણ આજસુધી કોઈ ચોરો પકડમાં આવેલ નથી.