ઝાલોદ નગરમાં પ્રી.મોન્સૂન કામગીરીમા પાલિકા તંત્ર કુંભકર્ણની મુદ્રામાં : મુખ્ય હાઇવે પર જોવા મળતા ખાડાઓ

ઝાલોદ,નગરમાં હવે વરસાદનો માહોલ જામતો જોવા મળી રહેલ છે. આ વરસાદી માહોલને લઈ નગરપાલિકા તંત્ર હાલ સૂતું હોય તેમ લાગી રહેલ છે. નગરપાલિકા તંત્ર ઝાલોદ બસ સ્ટેશન વિસ્તારથી કોર્ટ સુધીના વિસ્તારના મુખ્ય માર્ગો પર નજર નાખીએ તો આ માર્ગો પર પાલિકા તંત્રની ગંભીર બેદરકારી જોવા મળી રહેલ છે. કેટલાય સમયથી આ માર્ગ પર મોટા મોટા ખાડાઓ આવેલ છે અને આ ખાડાઓને લઈ કેટલાય વાહન ચાલકો અકસ્માતનો ભોગ પણ બનેલ છે, પરંતુ આ પાલિકા તંત્ર આ ખાડાઓ ન પૂરવા માટે મન બનાવી બેસેલ હોય તેવું લાગી રહેલ છે.

આ તૂટેલા રસ્તાઓને લઈ કેટલાય વાહન ચાલકો આ રસ્તા પરથી પસાર થતા અજાણતા ખાડઓનો શિકાર બને છે અને ગાડી પરથી પડી જતાં નાની મોટી ઈજાઓ પણ થયેલ હોવાનું માલુમ પડેલ છે. આ ખાડાઓને લીધે વાહન ચાહકોના વાહન પણ આ ખાડામાં દકડાતા વાહનોને પણ મોટું નુકશાન થઈ રહેલ છે. હાલ નગરમાં ચોમાસાનો માહોલ જામેલ છે, પણ નગરપાલિકા કુંભકર્ણની ભૂમિકામાં સૂતું હોય તેમ લાગી રહેલ છે. નગરપાલિકા દ્વારા આ રોડ પર પ્રી.મોન્સૂનની કામગીરી કરવામાં આવેલ હોય તેવું જોવા મળતું નથી. ચોમાસામા આ મોટા મોટા ખાડાઓમા પાણી ભરાઈ રહેલ જોવા મળે છે અને આવા પાણી ભરેલ ખાડાઓને લઈ કોઈ ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહેલ છે. આ ખાડાઓને પાલિકા તંત્ર જાગી ગુણવત્તા વાળું કામ કરી ભરી દે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામેલ છે હવે જોવાનું રહ્યું કે પાલિકા તંત્ર હજુ પણ આળશ ખંખેરી યોગ્ય પગલાં લેશે કે નહીં.