- વસૈયા પરિવાર ઝાલોદ થી ફતેપુરા લગ્ન પ્રસંગે જઈ રહેલ હતું .
ઝાલોદ,આજરોજ તારીખ 20-02-2024 મંગળવારના રોજ આસરે બપોરના 1થી 1.30 વાગ્યાના સમય દરમ્યાન નગરના પોલીસ સ્ટેશનની સામે જ એક XUV દ300 ગાડી ટેકનિકલ કારણોને લઈ સળગી ગયેલ હતી. સદનસીબે ગાડીમાં બેસેલ કોઈ વ્યક્તિ સાથે કોઈ અણબનાવ બનેલ ન હતો.
જાણવા મળેલ મુજબ ઝાલોદ નગરના મુવાડા થી વસૈયા પરિવાર જાન લઈ ફતેપુરા મુકામે જઈ રહેલ હતો તે દરમ્યાન પોલીસ સ્ટેશનની સામે જ XUV 300 ગાડી આગળની બાજુ થી અચાનક સળગવા લાગતા ગાડીમાં બેસેલ લોકો ત્વરિત ગાડી માંથી ઉતરી ગયેલ હતા. તાત્કાલિક નગરપાલિકાનું ફાયર ઘટના સ્થળે પહોંચી ગયેલ હતુ અને ગાડીમાં લાગેલ આગને કાબુમાં લીધી હતી. થોડા સમય માટે લાંબુ ટ્રાફિક જામ પણ સર્જાયેલ હતો. ગાડીમાં લાગેલ આગ કાબુમાં લેવાતા ટ્રાફિક રાબેતા મુજબ ચાલુ થઈ ગયેલ હતું.