ઝાલોદ નગરના નવરાત્રિ નિમિત્તે ખોડીયાર માતાના મંદિરે ધ્વજા રોહણ કરી પૂજા અર્ચના કરવામાં આવી

ઝાલોદ, આજરોજ તારીખ 09-04-2024 મંગળવારના રોજ ચૈત્ર સુદ એકમ એટલે કે ચૈત્ર નવરાત્રિનો પહેલો દિવસ. ચૈત્ર સુદી એકમ એટલે કે નવરાત્રિના પાવન અવસરે માઇ ભક્તો માઁ અંબાની આરાધના અને શક્તિ ઉપાસના કરવાનો ભક્તિમય માર્ગ, આ ગુપ્ત નવરાત્રિમા માતા અંબાની પૂજા , અર્ચના ,અનુષ્ઠાન કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થતી હોય છે.

ઝાલોદ નગરના માઈ ભક્તો દ્વારા આજના પવિત્ર દિવસે ખોડીયાર માતાના મંદિરે વિશેષ પૂજા અર્ચના કરી અખંડ દીપ પ્રગટાવીને આરતી કરવામાં આવી હતી. માઈ ભક્તો દ્વારા ખોડીયાર માતાના મંદિરના શિખર પર ધ્વજા આરોહણ પણ કરવામાં આવી હતી. ખોડીયાર માતાનું મંદિર બોલ માડી અંબે જય જય અંબેના ગગનભેદી નારા સાથે ગુંજી ઉઠયું હતું. ખોડીયાર માતાના મંદિરે આજના દિવસે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી તેમજ ખોડીયાર માતાના ચાચરચોકમાં માઈ ભક્તો મન મુકી ગરબે પણ ઘૂમ્યા હતા. આજના પવિત્ર દિવસે મંદિર મોટા પ્રમાણમાં માઈ ભક્તો ઉમટી પડેલ હતા. તેમજ નવરાત્રીના નવે નવ દિવસે મંદિરે વિશેષ પૂજા અર્ચના સાથે આઠમના દિવસે હવન કરવાનું વિશેષ આયોજન કરવામાં આવેલ છે.