ઝાલોદ નગરમાં મહારાણા પ્રતાપના 483માં જન્મોત્સવ નિમિત્તે પૂજન અર્ચન કાર્યક્રમ યોજાયો

  • સનાતન હિન્દુ ધર્મના સહુ લોકોએ સાથે ભેગા મળી મહારાણા પ્રતાપની જય જય કાર સાથે વાતાવરણ ગજવી નાખ્યું.

ઝાલોદ,\ ઝાલોદ રામસાગર તળાવના કિનારે આવેલ રામેશ્ર્વર મહાદેવ મંદિરના ખુલ્લા કુદરતી નયનરમ્ય વાતાવરણની વચ્ચે તારીખ 22-05-2023 નાં રોજ રાત્રીના 9 કલાકે સનાતન હિન્દુ ધર્મના સહુ લોકોએ ભેગા મળીને વીર મહારાણા પ્રતાપની 483મી જન્મજયંતિ નિમિત્તે પૂજા અર્ચનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો.

આ પ્રોગ્રામમાં નગરના સહુ યુવાઓ એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. મહારાણા પ્રતાપના જન્મોત્સવ નિમિતે આવેલ સહુ લોકોએ મહારાણા પ્રતાપની જય જય કાર સાથે વાતાવરણ ગજવી દીધું હતું. તેમજ ઉપસ્થિત સહુ લોકોએ મહારાણા પ્રતાપને પુષ્પ અર્પણ કર્યા હતા. હિન્દુ આગેવાન એવા ભરતભાઈ મિસ્ત્રી દ્વારા મહારાણા પ્રતાપ વિશે ખૂબ જ સુંદર જાણકારી આપી હતી. તેમજ આજના યુગમાં હિન્દુ ધર્મ પ્રત્યે સમર્પિત થઈ આજના યુવાઓ મહારાણા પ્રતાપના જીવન જેવું નિર્ભય જીવન જીવે તેમજ આજના યુવા મહારાણા પ્રતાપના જીવન માંથી બોધપાઠ લઈ શીખે તે વિશે ખુબ જ સુંદર માહિતી આપવામાં આવી હતી.