ઝાલોદ નગરના ખોડીયાર માતા મંદિર અને મહાકાળી માતાના મંદિરે નવરાત્રિ નિમિત્તે અષ્ટમીનો હવન યોજાયો

ઝાલોદ, ચૈત્ર સુદ એકમ 09-04-2024 મંગળવારથી નવરાત્રીનો આરંભ થયેલ છે.નવરાત્રીના આરંભ થતા જ નગરના માઈ ભક્તો દરરોજ નગરના પૌરાણિક મંદિર એવા ખોડીયાર માતાના મંદિર અને મહાકાલી માતાના મંદિરે નિત્ય પૂજા અર્ચના કરવા જતા હોય છે. નવરાત્રી દરમ્યાન કરેલ પૂજા અર્ચનાનુ ફળ માતારાણી સહુને અચૂક આપે જ છે. આ બંને પૌરાણિક મંદિરોમા નગરના લોકોને અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા છે.

નવરાત્રીની અષ્ટમીની પૂજાનું શાસ્ત્રોમાં વિશિષ્ટ મહત્વ દર્શાવવામાં આવેલ છે. આજના દિવસે ક્ધયા પૂજન અને હવનનુ આગવું મહત્વ છે. ક્ધયા પૂજન અને હવન વગર માતાની પૂજા અધૂરી માનવામાં આવે છે. આઠમ અથવા નોમને દિવસે હવન કરવાથી માતા પ્રસન્ન થઈ આશીર્વાદ આપે છે તેમજ સાચા મન થી પૂજા અર્ચના કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે.

આજના અષ્ટમીના દિવસે ખોડીયાર માતા મંદિર અને મહાકાળી માતાના મંદિરે નગરજનો દર્શન કરવા અચૂક જાય છે તેમજ મંદિરમાં યોજાનાર હવનની પૂજા અર્ચના તેમજ મહાઆરતીમા અચૂક હાજરી આપી પ્રસાદી લે છે. નગરના માતાના મંદિરોમાં સવારથી જ દર્શનાર્થીઓ દર્શન કરવા ઉમટી પડેલ જોવા મળતા હતા. વિદ્વાન પંડિતો દ્વારા થયેલ હવનમા પણ મોટા પ્રમાણમાં માઈ ભક્તો જોડાયા હતા. આખો દિવસ નગરના મંદિરો માતાના જય જય કાર થી ગુંજી ઉઠ્યા હતા.