
ઝાલોદ , ઝાલોદ નગરના અગ્રવાલ ગેસ્ટ હાઉસના એક હોલમાં ફૂડ એન્ડ સેફટી એવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ સવારે 11:30 વાગે યોજાયો હતો. આ કેમ્પમાં ઝાલોદ અને લીમડી નગરના અંદાજીત 70 જેટલા વ્યાપારીઓ એ ભાગ લીધો હતો.
દાહોદ જીલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ઝાલોદ અને સાંજેલીમાં નાસ્તો, ફરસાણ હોટલના માલિકો સાથે એક મીટિંગ યોજવામાં આવી હતી. આ કેમ્પમાં ફૂડ સેફ્ટી ટ્રેનિંગ એન્ડ સર્ટિફિકેટ અન્વયે ફૂડ સેફ્ટી અવેરનેસ તેમજ વ્યાપારીઓમાં ફૂડ પ્રત્યે જાગૃતિ આવે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ઉપસ્થિત વ્યાપારીઓ મોટા પ્રમાણમાં ભાગ લીધો હતો.