
ઝાલોદ,તારીખ 06-12-2023 ના રોજ આંબેડકર ચોક પર ડો ભીમરાવ આંબેડકરની 67 મી પુણ્યતિથિએ તેમની પ્રતિમાને ફૂલહાર પહેરાવી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
દર વર્ષે 06 ડિસેમ્બરે, ડો.બાબાસાહેબ આંબેડકરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અને સન્માન આપવા માટે મહાપરિનિર્વાણ દિવસ ઉજવવામાં આવે છે. ડો.ભીમરાવ આંબેડકર, જેમને આપણે બધા ડો.બાબાસાહેબ આંબેડકરના નામથી પણ જાણીએ છીએ. ડો.આંબેડકરને બંધારણના પિતા કહેવામાં આવે છે. 06 ડિસેમ્બર 1956ના રોજ તેમનું અવસાન થયું. દર વર્ષે 06 ડિસેમ્બરે બાબા સાહેબની પુણ્યતિથિને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ મનાવવા પાછળનું કારણ બાબા સાહેબને આદર અને શ્રદ્ધાંજલિ આપવાનું છે.
ઝાલોદ નગરમાં ડો ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે મોટા પ્રમાણમાં લોકો આવેલ હતા જેમાં વિશેષમાં દાહોદ જિલ્લા ભાજપ એસ.સી.મોરચા પ્રભારી ભરત શ્રીમાળી, મૂકેશ ડામોર, ટપુ વસૈયા, અલ્કેશભાઈ, શનિલાલ ભૂનાતર, સંતોષ ભગોરા તેમજ ભાજપ એસ.સી મોરચાની ટીમ ઉપસ્થિત રહી બાબા સાહેબ અમર રહોના નારા સાથે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.