ઝાલોદ નગરમાં ચોરી કરતા ઇસમોનો પોલીસને ખુલ્લો પડકાર : નગરમાં વધતા ચોરીના બનાવો

  • બાઇક ચોરી, ધોળે દિવસે મહિલાના ગળામાંથી ચેન ચોરી અને હવે ગેરેજની દુકાનની બહારથી રાત્રી દરમ્યાન માલ સામાનની ચોરી.

ઝાલોદ, ઝાલોદ નગરમાં ચોરો બિન્દાસ રીતે ચોરી કરી રહ્યાના બનાવો દિન પ્રતિદિન વધી રહેલ છે. ચોરી કરનાર અજાણ્યા શખ્સોને પોલીસનો કોઈ ડર નહી હોય તેમ પોલીસને પડકાર ફેંકતા હોય તેમ ચોરીના બનાવો બની રહેલ છે. થોડા દિવસો પહેલા મહિલાના ગળામાંથી અછોડો તોડી દીન દહાડે બે બાઇક સવાર અજાણ્યા લોકો નાશી છુટેલ ત્યાર બાદ બસ સ્ટેશન વિસ્તાર માથી સાંજના સમયે બાઇક ચોરીનો બનાવ તેમજ હાલ ત્રીજો બનાવ ઠુંઠી કંકાસિયા રોડ પર ગાડીઓનું રેપૈરીંગ કરી ગુજરાન ચલાવનાર દુકાનદારની દુકાન બહાર પડેલ ગાડીઓનું રેપૈરીંગનો સામાન રાત્રી દરમ્યાન ચોરી કરી અજાણ્યા શખ્શો ફરાર થઈ ગયેલ છે.

ઝાલોદ ઠુંઠી કંકાસિયા રોડ પર ભગીરથ સોસાયટીની સામે દાહોદ થી મુસ્તાક અબ્દુલભાઈ આવી રોજીંદા પોતાનું ગાડી રીપૈરીંગનુ ગેરેજ ચલાવે છે. મોટી ગાડીનો બધો રેપૈરીંગનો સામાન દુકાનમાં મૂકી ન શકવાના લીધે વધુ પડતો માલ દુકાનની બહાર પડી રહેતો હતો. આ તકનો લાભ જોઈ અજાણ્યા ચોરો દ્વારા દુકાન બહાર પડી રહેલ છૂટ્ટો સામાન રાત્રી દરમ્યાન એક ગાડીમાં ભરી લઈ ગયેલ હોય તેવું લાગી રહેલ છે. સી.સી.ટી.વી કુટેજમાં અજાણ્યા વાહન જણાય છે અને તે વાહનમાં માલ ભરી લઈ ગયેલ હોવાની શંકા થઇ રહેલ છે.

એક અંદાજીત રકમ મુજબ 300000 રૂપિયાનો સામાન ચોરી કરીને અજાણ્યા ચોરો નાશી ગયેલ છે. તેવી ચર્ચા નગરમાં ચર્ચાઈ રહેલ છે. નગરમાં બાઇક ચોરીના બનાવો દિન પ્રતિદિન ખૂબ મોટા પ્રમાણમાં વધી રહેલ છે. પરંતુ આવી ચોરીની ઘટના પોલીસ સ્ટેશન ખાતે એફ.આઇ.આર. જોવા મળતી નથી. તેમજ ચોરીની ઘટના ફક્ત જાણવાજોગ મુજબની અરજીઓ પર જ જોવા મળે છે. નગરમાં વધતી ચોરીમાં કોઈ ચોરો પકડાતા નથી, તો પોલીસની સામે ચોરો પડકાર ફેંકતા હોય તેમ લાગી રહ્યું છે.