
ફતેપુરા તાલુકાનાં ભોજેલા ગામના રહેવાસી ચિરાગ વળવાઇ ઉત્તરાખંડના ચારધામ કેદારનાથ, બદ્રીનાથ, યમનોત્રી ગંગોત્રી જવા માટે સાયકલથી નીકળેલ છે. જેમનો રૂટ અંદાજીત 2300 સળ જેટલો થાય છે આ યાત્રા તેમણે પોતાના નિવાસસ્થાન ભોજેલા થી ચાલુ કરેલ છે તેઓ કદાચ દાહોદ જીલ્લાના પહેલા એવા યુવાન છે જેઓ આટલું મોટું અંતર કાપી ભગવાનના દર્શન કરવા જઈ રહેલ હોય. આ યાત્રા ઝાલોદ નગરમાં આવતા નગરના યુવાનો તેમના આવા સાહસિક નિર્ણયને વધાવવા તેમજ તેમના સ્વાગત કરવા શબરી આશ્રમ ખાતે પહોંચ્યા હતા. ઉપસ્થિત સૌ લોકોએ તેમને ફૂલમાળા પહેરાવી તેમજ નાળિયેર આપી તેમની આ ધર્મ યાત્રા સફળ થાય તે માટે શુભેચ્છા આપી હતી. તેમજ તેમનુ સ્વાગત કરી ભારત માતા કી જય અને જય રામના નારા સાથે તેમની યાત્રાને વિદાય કરી હતી અને ભાગવાન ભોળાનાથ પાસે તેમની યાત્રા મંગલમય રહે તેવી યાચના ઉપસ્થિત સૌ લોકોએ કરી હતી. આ યુવાનને કોલેજ અભ્યાસ પૂરો થતા પોતાની ધર્મ પ્રત્યેની લાગણી અને માતા પિતાના આશીર્વાદ થકી આ ચારધામ યાત્રા કરવાનો વિચાર આવ્યો હતો. તેમજ મનમાં આ ચારધામ કરવાનો વિચાર આવતાં હાલ પોતાના સ્વ ખર્ચે સાયકલ નવી લાવી આ યાત્રા કરવા નીકળેલ છે.