- પાલિકા તંત્ર દ્વારા ગીતામંદિર વિસ્તાર તેમજ રથયાત્રા નીકળે તે તમામ વિસ્તારના રોડ લેવલ કરવા લોકમાંગ ઉઠવા પામી છે.
ઝાલોદ, ઝાલોદ નગરના રસ્તાઓ બિલ્કુલ બિસ્માર તેમજ ખખડધજ હાલતમાં જોવા મળી રહેલ છે. અવારનવાર કેટલીય વાત નગરજનો દ્વારા નગરના રસ્તાઓ સારા બનાવવા માંગ કરવામાં આવી હોવા છતાય પાલિકા તંત્ર દ્વારા રસ્તાઓ નવાં બનાવવામાં આવી રહેલ નથી.
પાલિકા તંત્ર દ્વારા નગરના કેટલાક વિસ્તારોમાં ગટર લાઈનનું કામ ચાલુ છે, તેમજ નગરમાં ગેસ એજંસી દ્વારા ખાડા ખોદવામાં આવેલ છે, તે તમામ ખાડાઓ બરાબર પૂરવામાં આવેલ નથી તમામ ખાડાઓ ઉબડખાબડ રીતે ભરેલ છે. જેથી રસ્તાઓનું લેવલ બરાબર મળતું નથી. નગરના રસ્તાઓ પર ગટર લાઈનની કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે. તેથી ગીતા મંદિર આગળ પત્થર વેરાયલા જોવા મળેલ છે, તેમજ માટી પણ રોડ પર વેરાયલી જોવા મળેલ છે. નગરના ગીતા મંદિર વિસ્તારમાં રથયાત્રા એક થી દોઢ કલાક રોકાતી હોવાથી આ વિસ્તારમાં નગરપાલિકા તંત્ર વિશેષ ધ્યાન આપી સાફ સફાઈ કરે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે.
નગરમાં જે જે રસ્તાઓ પરથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા તારીખ 20-06-2022 નારોજ નીકળનાર છે. તે તમામ રસ્તાઓ પર પાલિકા તંત્ર ધ્યાન આપી દરેક રસ્તાઓ પર થયેલ ગંદકી, માટી, પત્થર, ખાડા ટેકરા જેવી સમસ્યા તાત્કાલિક રીતે દૂર કરે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામેલ છે.