- સનાતન હિન્દુ ધર્મ સાથે જોડાયેલ દરેક વ્યક્તિ અક્ષત કુંભની વાજતે ગાજતે કઢાયેલ યાત્રામાં મોટાં પ્રમાણમાં લોકો જોડાયા હતા.
ઝાલોદ, આગામી તારીખ 22 જાન્યુઆરી એ અયોધ્યા ધામ ખાતે નવીન રામ મંદિરમાં રામ ભગવાનની પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવી રહેલ છે. ભગવાન રામના ભવ્ય રાજ્યાભિષેકના કારક્રમને વધાવવા વિશ્ર્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ પ્રખંડ તેમજ સનાતન હિન્દુ ધર્મના સહુ લોકો આતુર છે. આ ભવ્ય ઉત્સવના ભાગરૂપે સમગ્ર ભારતમાં મોટા પ્રમાણમાં સનાતન હિન્દુ સમિતિઓ દ્વારા કરવામાં આવેલ છે, તે અનુક્રમે ઝાલોદ નગર માંથી ઝાલોદ તાલુકાના 96 ગામો માટે 96 અક્ષત કુંભ અને ઝાલોદ નગરની વસ્તી માટે 5 અક્ષત કુંભ એમ કુલ 101 કુંભની શોભાયાત્રા શોભાયાત્રા રામજી મૂર્તિ સાથે વિશ્વકર્મા મંદિરે થી કાઢવામાં આવેલ હતી.
વિશ્વકર્મા મંદિરે થી અક્ષત કુંભના રથની પૂજા અર્ચના કરી નગરમાં યાત્રા કાઢવામાં આવી હતી. આ અક્ષત યાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સહુ કાર્યકર્તાઓ દ્વારા નગરના દરેક વિસ્તારોમાં આવેલ મંદિરોમાં જઈ અયોધ્યા ખાતે થનાર રામજી ભગવાનની પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવા તેમજ ધૂમધામ પૂર્વક દરેક મંદિરોમાં આ ઉત્સવ ઉજવવામાં આવે તે માટે અક્ષત આપી આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ અક્ષત યાત્રા જે જે વિસ્તારો માંથી પસાર થતી ત્યાં મોટા પ્રમાણમાં માનવ મહેરામણ ઉમટી યાત્રાનું ફૂલો થી સ્વાગત કરવા ઉમટી પડેલ હતા. આ અક્ષત યાત્રામાં મંદિરોમાં આમંત્રણ આપ્યાં બાદ અયોધ્યા ખાતે 1992 માં કારસેવામા શહિદ થયેલ રાજેશ સોનીના પરિવાર તેમજ કારસેવામા ગયેલ દરેક વ્યક્તિઓને આમંત્રણ આપવામાં આવનાર છે.
આ અક્ષત યાત્રા પછી સતત નગરમાં તેમજ ગ્રામીણ વિસ્તારોમાં જઈ કાર્યકર્તાઓ 15 જાન્યુઆરી સુધીમાં જઈ ઘરે ઘરે જઈ અયોધ્યામાં બનનાર મંદિરની પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહુ લોકોને આમંત્રણ આપવા જનાર છે. અયોધ્યામાં રામજીના રાજ્યાભિષેકના અવસરે રામ ભગવાન દ્વારા સમગ્ર હિન્દુ સમાજને અયોધ્યા ખાતે પધારવા આમંત્રણ આપેલ છે. વિશ્વ હિન્દુ પરિષદના આ મેગા અભિયાનમાં સહુ લોકોને જોડાવા આમંત્રણ આપવામાં આવેલ છે.
નગરમાં આ અક્ષત કુંભ યાત્રા વિશ્વકર્મા મંદિર થી થઈ મુવાડા રામજી મંદિર, મુવાડા ચોકડી, બસ સ્ટેશન વિસ્તાર, આંબેડકર ચોક, મોચી દરવાજા, ગીતા મંદિર, કોળી વાડા, મીઠાચોક, રામસાગર તળાવ થઇ લુહારવાડા, વડબજાર થઇ ભરત ટાવર ખાતે યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.